GSTV
Gujarat Government Advertisement

આણંદ: ટાવર બજાર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, કારમાં તોડફોડ

Last Updated on December 14, 2017 by

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદારો ભારે ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક બૂથ કેન્દ્રો પર ઈવીએમ મશીન ખરાબ થયા હોવાની ફરિયાદો વચ્ચે મતદાન ચાલી રહ્યું છે. તો મધ્ય ગુજરાતમાં આણંદમાં મતદાન સમયે ગરમાવો આવ્યો હતો.

આણંદના ટાવર બજારમાં મતદાન સમયે ગરમાવો આવી ગયો હતો. મતદાન સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે જૂથ અથડામણ થતાં ટાવર બજાર વિસ્તારમાં પથ્થરમારો થયો હતો. 8 થી 10 જેટલી કારના કાચનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જોકે, પરિસ્થિતિ તંગ બનતાં પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.


Read Also: 4 વાગ્યા સુધીમાં સરેરાશ 50 ટકા મતદાન, મહેસાણામાં EVM ખરાબ થતાં મતદારોમાં રોષ

Gujarat Government Advertisement

Related posts

તતડાવી નાખ્યા/ મોદીના આકરા તેવર જોતાં બહુ જલદી કેટલાક મંત્રીઓની છુટ્ટી થશે કે ખાતા બદલાઈ જશે

Pritesh Mehta

પ્રથમ ગ્રાસે મક્ષિકા / ગુજરાત સરકારની આબરૂના ધજાગરા : ખેડૂતોને ખાતરના નામે આપવામાં આવ્યા ધૂળઢેફાં, થયો હોબાળો

Dhruv Brahmbhatt

સાપુતારા ફરવા જતા પહેલાં આ જાણી લો નહીં તો…., ડાંગ જિલ્લા અધિક કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!