GSTV
Anand ગુજરાત ટોપ સ્ટોરી

રક્ષા બંધનના પર્વે ગોઝારી ઘટના: આણંદના સોજીત્રામાં ત્રિપલ અકસ્માત, ઘટના સ્થળે જ 6ના મોત

અકસ્માત

રક્ષા બંધનના દિવસે આણંદમાં ગોઝારી ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના સોજીત્રાના ડાલી ગામ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 6 જેટલા લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ત્યા આવી ગયા હતા. સાથે જ પોલીસ અને એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી. અકસ્માતના લીધે ટ્રાફિક જામ થયું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અકસ્માત

રક્ષાબંધનના પર્વે આણંદ જિલ્લામાં ગોઝારી ઘટના બની હતી. આણંદ જિલ્લાના ડાલી ગામ પાસે કિયા કાર, બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. 6માંથી 3 મિસ્ત્રી પરિવારના 3 સદસ્યોના મોત થયા છે. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પોલીસ કાફળો દોડી આવ્યા હતો. પોલીસે તમામ મૃતદેહોને સોજીત્રા પીએમ અર્થે ખસેડાયા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવા પહોચેલા ખેડૂતોની પોલીસે અટક કરી, સરકારે નિર્ણય નહીં બદલતા હવે ઉગ્ર આંદોલનના પણ એંધાણ

pratikshah

સાયકલ રેસના કારણે આજથી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ તરફનો માર્ગ બંધ, બહાર નિકળતા પહેલા રાખજો સાવચેતી નહીંતર ફસાશો

pratikshah

૧ કરોડથી વધુ અને ૫૦ કરોડથી ઓછું રોકાણકારોને ગેરલાભ, MSME પોલીસીની જાહેરાતથી ઉદ્યોગો કેપિટલ સબસિડીથી રહેશે વંચિત

pratikshah
GSTV