GSTV
Home » News » સીરિયલ કિલર : ભુવેલની નર્સને ઉઠાવી જઈ આ નરાધમોએ એવું કર્યું કે તમે કહેશો ફાંસી થવી જોઈએ

સીરિયલ કિલર : ભુવેલની નર્સને ઉઠાવી જઈ આ નરાધમોએ એવું કર્યું કે તમે કહેશો ફાંસી થવી જોઈએ

આણંદ જિલ્લાના ખંભાત તેમજ તારાપુર પંથકમાં રીક્ષા તેમજ અન્ય ફોરવ્હીલરમાં એકલ-દોકલ મહિલાઓને બેસાડી લૂંટ ચલાવી દુષ્કર્મ આચરી આવી મહિલાઓની હત્યા કરવાના ગુનામાં ખંભાત પોલીસના હાથે ઝડપાયેલ જલુંધના ત્રણ સીરીયલ કીલરોએ ખંભાત તાલુકાના ભુવેલ ગામની એક નર્સનું પણ રીક્ષામાં અપહરણ કર્યા બાદ લૂંટ ચલાવી સામુહિક દુષ્કર્મ આચરી હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી કબુલાત કરી છે. જે અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે જલુંધના સીરીયલ કીલરો સામે વધુ એક હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં મળતી વિગતો મુજબ થોડા સમય પૂર્વે આણંદની એક મહિલા ખંભાત જવા નીકળી હતી. તેણીનો મૃતદેહ જલુંધ ગામની સીમમાંથી મળી આવ્યો હતો. બાદમાં ખંભાત તથા વિરસદ પોલીસની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરતા ખંભાત જવા નીકળેલી આણંદની મહિલાને રીક્ષામાં બેસાડી જલુંધ નજીક લૂંટ ચલાવી તેણીની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હોવાનું ખુલવા પામ્યું હતું. આ બનાવમાં પોલીસે દિલીપ ઉર્ફે ડાહ્યો ગગજીભાઈ ચાવડા, સલીમ ઈસ્માઈલભાઈ બારીવાલા તથા વિજય ઉર્ફે ચકો જશભાઈ ચાવડાને ઝડપી પાડયા હતા. પોલીસે આ ત્રણેય સીરીયલ કીલરોની પુછપરછ કરતા તેઓએ બોરસદ નજીકથી એક મહિલાને વાહનમાં બેસાડી તેમજ તારાપુર પંથકમાં પણ એક મહિલાની હત્યા કરી નાખી હોવાની કબુલાત કરી હતી.

દરમ્યાન પોલીસે ઝડપાયેલ ત્રણેય શખ્શોના રીમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરતા ખંભાતની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી ભુવેલ ગામની તરૂણ ઉર્ફે રચુ (ઉં.વ.૨૨)ને પણ ગત તા.૨૩-૧૦-૨૦૧૯ના રોજ સાંજના સુમારે ભુવેલ ગામના બસ સ્ટેન્ડ પાસેથી રીક્ષામાં બેસાડયા બાદ તેણીનું અપહરણ કરી લૂંટ ચલાવી બાદમાં તેણી પર સામુહિક દુષ્કર્મ આચરી બીજા દિવસે રીક્ષામાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નિશાળીયા ગામની સીમમાં લઈ જઈ તેણીને ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હોવાની કબુલાત કરી હતી. આ ત્રણ સીરીયલ કીલરોએ અત્યાર સુધીમાં ચાર હત્યાઓ કરવાની કબુલાત કરી છે. આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે સીરીયલ કીલરો સામે વધુ એક હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

ફક્ત 500 રૂપિયા ખર્ચો, તમારા મનપસંદ હિરો-હિરોઈન સાથે સીધો સંપર્ક થશે

Pravin Makwana

તેજપ્રતાપ યાદવના આ નિવેદનથી બિહારમાં ચૂંટણી પહેલા ઘમાસાણ

Nilesh Jethva

સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણીનો કરી દીધો ઇનકાર, વિવાદ થવાની પૂરી છે સંભાવના

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!