રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. ત્યારે આણંદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પાનની દુકાન ચલાવતા વેપારીએ ટ્રેન નીચે પડતું મૂક્યું આપઘાત કર્યા હતો. જો કે આ મામલે પરિવારે ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યા હતો. સમગ્ર બનાવને લઈ રેલવે પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વીરપુરમાં પોલીસે યોજ્યો લોન કેમ્પ
યાત્રાધામ વીરપુરમાં લોકો ખોટી રીતે વ્યાજખોરોના વિષચક્રમ ન ફસાઈ તે હેતુસર લોકોને અલગ અલગ વિભાગોમાંથી મળતી લોનની માહિતીઓ આપવા માટે લોન કેમ્પનું આયોજન કર્યું હતું. વિરપુર પોલીસ સ્ટેશનમાં જેતપુર ડિવાયએસપીની હાજરીમાં લોન કેમ્પ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જેતપુરના નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, સરકાર લોકો વ્યાજખોરોના ત્રાસમાં ન સહન કરવો પડે અને આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરી શકે તેવા માધ્યમથી લોન કેમ્પનું આયોજન થયું હતું.
READ ALSO
- ન્યાયના દેવતા શનિદેવ શુભ હોય છે તો આવા શુભ સંકેતો આપે, વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે ક્ષણવારમાં
- Google પરના રૂ.1337 કરોડના દંડને NCLATએ યોગ્ય ઠેરવ્યો, 30 દિવસની અંદર દંડની રકમ જમા કરાવવા આદેશ
- ઓનલાઈન વસ્તુઓની ખરીદી કરી ઓનલાઈન પેમેન્ટ કર્યા હોવાના ખોટા સ્ક્રીન શોટ બતાવીને છેતરપીંડી કરતો આરોપી ઝડપાયો
- મહારાષ્ટ્રના ચંદ્રપુરના સાગના ઝાડમાંથી બનશે રામ મંદિરના દરવાજા, પૂજા બાદ લાકડાનો જથ્થો અયોધ્યા રવાના
- “સનાતન ધર્મને કોઇ સર્ટિફિકેટની જરૂર નથી”: RSS પ્રમુખ મોહન ભાગવત