GSTV
Anand ગુજરાત ટોપ સ્ટોરી

આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી

રાજ્યમાં ફરી એક વાર મધ્યાહન ભોજનના અનાજમાંથી જીવાત નીકળી છે. સરકાર જનતા માટે જુદી જુદી યોજનાઓની તો બહુ વાતો કરે છે. પરંતુ જમીન પર તેના અમલની હકીકત કંઈક અલગ જ હોય છે. અહીં  સરકારના પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે.  આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી હતી.  મધ્યાહન ભોજનમાંથી સડેલુ અનાજ નીકળતા વાલીઓ ચોકી ઉઠ્યા હતા. 

આ એ જ અનાજ છે કે જેમાંથી શાળાના બાળકો માટે ભોજન બનાવવામાં આવે છે. ત્યારે શું યોજનાના નામે બાળકોને આવું ભોજન આપવામાં આવશે? ગોડાઉનના અનાજમાં જીવાત હોવાની જાણ થયા બાદ પણ પુરવઠા વિભાગે કોઇ નક્કર કાર્યવાહી કરી નથી. સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય સાથે આ રીતસરના ચેડા થઈ રહ્યા છે. આવી ઘટના સામે સરકાર ક્યાં સુધી આંખ મિચીને બેસી રહેશે ?

READ ALSO 

Related posts

અમદાવાદ / રાહદારીઓને છરો બતાવી લૂંટ કરતી ગેંગના 3 સભ્યોની ધરપકડ, 8 કેસનો ભેદ ઉકેલાયો

Nakulsinh Gohil

ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ, નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા આપ્યો આદેશ

Nakulsinh Gohil

વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ  બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો

Nakulsinh Gohil
GSTV