GSTV
Anand Trending ગુજરાત

આણંદ / વરરાજાના અંહકારે આ દીકરીની જિંદગી કરી ખરાબ, BMW કાર મંડપ સુધી ન પહોંચતા કન્યાને લીધા વગર જાન પરત ફરી

વરરાજા

બાપ વિનાની દીકરી હોય અને ભાઇએ બહેનના લાડકોડ પૂરા કરીને ધામધૂમથી બહેનના લગ્ન કરાવ્યા, પણ વિદાય સમયે એક એવી ઘટના બની કે કન્યાની વિદાય ન થઇ શકી. આ વાત છે આણંદના નાપાડવાંટા ગામની જ્યાં બીએમડબ્લ્યૂ કાર લઇને પરણવા આવેલા વરરાજાના અહંકારે એક દીકરીની જિંદગી ખરાબ કરી છે. કન્યા વિદાય સમયે વરરાજાની કાર મંડપ સુધી ન આવી શકી જેથી રોષે ભરાયેલો વરરાજો કન્યાને લીધા વિના જ પરત ફર્યો. આમ કન્યાના લગ્ન તો થયા પણ વિદાય ન થઇ શકી. આમ જાન કન્યા વિના પરત ફરતા એક બાપવિહોણી દીકરીની જિંદગી સામે પ્રશ્નાર્થ સર્જાઇ ગયો છે. આ વાતને બે દિવસ વીતિ જવા છતા કન્યાની વિદાય નથી થઇ શકી પરંતુ કન્યાને આશા છે કે તેની વિદાય જરૂરથી થશે.

મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના નાપાડવાંટા ગામમાં 12 અને 13મી મેના રોજ ધૂમ ધામથી લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કન્યા વિદાય સમયે કન્યા પક્ષના લોકોએ વર પક્ષના લોકોને કાર મંડપ નજીક લાવવા માટે કહ્યું હતું. જો કે ખરાબ રસ્તાના કારણે વર પક્ષના લોકોએ પોતાની BMW કાર લગ્નના મંડપ સુધી લાવવાનો ઈનકાર કર્યો હતો. તેના પછી કન્યા પક્ષે બીજી કાર લાવવા સૂચન કર્યું હતું. જોકે અહંકારી વરપક્ષ તરફથી કહેવાયું કે બીજી કારમાં અમારો દીકરો ના બેસે. આ મામલે બંને પક્ષો વચ્ચે તકરાર થઇ હતી.

બંને પક્ષો વચ્ચે થયેલી તકરારના કારણે અંતે વરપક્ષ તરફથી નિર્ણય લેવાયો હતો કે હવે આ કન્યા અમારે નથી જોઈતી. જેના પછી ગમગીની છવાઇ ગઇ હતી. અંતે વરરાજા કન્યાને લીધા વિના જ પરત ફર્યો હતો. આ ઘટનાને બે દિવસ વીતી ગયા છે, છતાંય હજી સુધી કન્યાને કોઈ તેડવા નથી આવ્યું. જોકે કન્યાને પૂરેપૂરી આશા છે કે તેની વિદાય થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ

pratikshah

Bedroom Secret/ મિલિંદ સોમને ખોલ્યા બેડરૂમના રહસ્ય, કહ્યું- હજુ પણ 26 વર્ષ નાની પત્નીથી વધુ…

Damini Patel

હાર્દિક પંડ્યાએ T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારત તરફથી ધોની અને કોહલી પણ નથી કરી શક્યા આવું

Damini Patel
GSTV