GSTV
Trending Videos Viral Videos

29 સેકન્ડના વીડિયોએ આનંદ મહિન્દ્રાને મૂકી દીધાં મૂંઝવણમાં, વ્યક્તિની કિસ્મત જોઈને થઈ ગયાં હેરાન!

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો શેર કરવામાં આવે છે. આમાંના કેટલાક ફની, કેટલાક આશ્ચર્યજનક હોય છે. કિસ્મતની કિંમત દર્શાવતા ઘણા વીડિયો પણ શેર કરવામાં આવે છે. તેમને જોયા પછી ખ્યાલ આવે છે કે ખરેખર નસીબ નામની વસ્તુ છે. થોડીક સેકન્ડમાં, માણસો અકસ્માતોને સ્કીપ કરી દે છે. આવો જ એક વીડિયો બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર શેર કર્યો છે. તેણે વીડિયો સાથે લખ્યું કે હવે આ આખા વિકેન્ડમાં તે એ જ વિચારતા રહી જશે કે બ્રહ્માંડ આ વ્યક્તિને શું ઇશારો કરી રહ્યુ હતું?

વીડિયો

આનંદ મહિન્દ્રાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યા બાદ આ વીડિયો વાયરલ થયો હતો. એમાં જોવા મળતી વ્યક્તિ સાથે જે થયું, તે જોઈને તેને ફક્ત ભાગ્યશાળી જ કહી શકાય છે. જો તેની કિસ્મત તેજ ન હોત તો તે મોટા અકસ્માતનો ભોગ બની ગયો હોત. આ વીડિયોએ આટલા મોટા બિઝનેસ ટાયકૂનને પણ ચોંકાવી દીધા છે. કેપ્શનમાં તેણે લખ્યું કે આ વ્યક્તિને શું ઈશારો મળ્યો, સાથે જ તેમણે લોકોને સવાલ પણ કર્યો કે જો આ વ્યક્તિની જગ્યાએ તમે હોત, તો તમારા દિમાગમાં આના પછી શું ચાલત?

પગ નીચેથી જમીન સરકી ગઈ

વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને તમે પણ સમજી શકશો કે તમારા પગ નીચેથી જમીન ખસી જવી શું કહેવાય છે. આ વીડિયોમાં એક વ્યક્તિ રસ્તાની બાજુએ આરામથી ચાલતો જોવા મળ્યો હતો. રસ્તાની બાજુમાં આવેલી દુકાનમાં જવાનું હતું, આ માટે તે દુકાનની સામેનો વિસ્તાર ઓળંગી રહ્યો હતો ત્યારે અચાનક ગટરની ઉપરનો સિમેન્ટનો સ્લેબ ધરાશાયી થયો હતો. વ્યક્તિના પગ નીચેથી જમીન ખસી ગઈ અને વ્યક્તિ તરત જ સતર્ક થઈને કિનારે આવી ગઈ.

આને કહેવાય નસીબ

વ્યક્તિના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી, ત્યાં ગટર હતી. જો તે વ્યક્તિ થોડી સેકન્ડ પણ મોડી પડી હોત તો તે પણ સીધો ગટરમાં પડી ગયો હોત. અકસ્માત બાદ ઘણા લોકો બહાર આવતા અને વ્યક્તિની કિસ્મત વિશે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટના દુકાનની સામે લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. લોકો તેને અત્યાર સુધીમાં હજારો વખત જોઈ ચૂક્યા છે. આનંદ મહિન્દ્રા જેવા બિઝનેસ ટાયકૂન્સને આશ્ચર્યમાં મૂકીને આ વીડિયો પોતાનામાં કંઈક ખાસ બની ગયો છે.

READ ALSO:

Related posts

બોલીવુડમાં હાહાકાર/ દેશભરમાં આમિર, અક્ષયની ફિલ્મના શો થયાં કેન્સલ, લાલસિંહચઢ્ઢાનાં 1300 અને રક્ષાબંધનના 1000 શો થયાં કેન્સલ

Hemal Vegda

લમ્પી વાયરસનો કહેર/ ગૌમાતાના ટપોટપ મોતથી દુખી આ ધારાસભ્ય ભગવાનના શરણે, રાખી 55 કિમી પગપાળા યાત્રાની બાધા

Bansari Gohel

જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ

Bansari Gohel
GSTV