દેશના મોટા ઉદ્યોગપતિમાં સામેલ આનંદ મહિન્દ્રા મોટા દિલદાર પણ છે. હાલ ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં તેમણે કહ્યું છે કે તેઓ ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ રમાયેલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી આવેલા 6 યુવા ખેલાડીઓને THAR-SUV ગિફ્ટ કરશે.
આ 6 ખેલાડીઓને આપશે THAR-SUV
આનંદ મહીન્દ્રાએ 6 THAR-SUV કાર આપશે એમાં શુભમન ગિલ, મોમ્મદ સિરાજ, ટી નટરાજન, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની અને વોશિંગટન સુંદર . આનંદ મહિન્દ્રાએ ટ્વીટમાં લખ્યું, 6 યુવા ખેલાડીએ ઓસ્ટ્રેલિયા સામે ઐતિહસિક ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું(શાર્દુલ ઠાકોરની બીજી મેચ હતી) તેમણે આવનારી યુવા પેઢી માટે એક ઉદાહરણ સેટ કર્યું છે કે તેઓ પોતાના સપના પુરા કરે.
પોતાના પર વિશ્વાસ રાખી રચ્યો ઇતિહાસ
અન્ય એક ટ્વીટમાં લખ્યું, ‘આ તેમનો ઉદય થવાની સાચી કહાની છે. તેમણે સારું કરવા માટે મુશ્કેલ હાલત પર કાબૂ મેળવ્યો અને યુવાપેઢી માટે સકારાત્મક પ્રેરણા આપી છે. તેમને નવી THAR-SUV આપવામાં મને ખુબ ખુશી થશે. મોહમ્મદ સિરાજ, શાર્દુલ, શુભમન, નટરાજન, નવદીપ અને વોશિંગટને શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે પોતાના પર વિશ્વાસ રાખી ઇતિહાસ બનાવ્યો.
Read Also
- નગર પાલિકા રિઝલ્ટ/ મહાનગર પાલિકા બાદ નગર પાલિકામાં પણ ભાજપનો દબદબો, આટલી બેઠકો પર આગળ
- તાલુકા પંચાયત રિઝલ્ટ/ 254માં ભાજપ, 55માં કોંગ્રેસ છે આગળ, ભાજપ તરફી અકબંધ છે શરૂઆતી ટ્રેન્ડ
- LIVE: ભાજપનું રાજ્યભરમાં વાવાઝોડું ફળ્યું : પાટીદારોના ગઢમાં પણ કોંગ્રેસના સૂપડાં સાફ, આપની પણ ધમાકેદાર એન્ટ્રી
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 31 જિલ્લા પંચાયતોના પરિણામ, ભાજપનો 20 જિલ્લા પંચાયત પર ઘોડો વિનમાં, કોંગ્રેસના વળતા પાણી
- કામની વાત / SBIએ ઘર ખરીદનારોને આપી ભેટ, તો કોટકે હોમ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો