GSTV
Gujarat Government Advertisement

સપનાં તૂટ્યાં/ સાસરીયાંએ કહ્યું ૩ લાખ આપ નહિંતર અમારો હીરો કેનેડા જઇ બીજું લગ્ન કરશે, સવા મહિનામાં જ NRI લગ્નમાં ભંગાણ

લગ્ન

Last Updated on June 11, 2021 by Bansari

કેનેડાથી લગ્ન કરવા આવેલા યુવક સાથે લગ્ન કરનાર આણંદની યુવતીને માત્ર સવા મહિનામાં જ દહેજની રકમ નહીં મળતાં પિયર મોકલી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આણંદની યુવતીએ પોલીસને કહ્યું છે કે,અમારા સમાજની વેબસાઇટ પરથી કેનેડાથી લગ્ન કરવા આવેલા કારેલીબાગના અમિત સાથે ફેબુ્રઆરી-૨૦૨૧માં લગ્ન કર્યા હતા.

લગ્ન

લગ્ન બાદ મેરેજ રજિસ્ટ્રેશનના મુદ્દે ખટરાગ થયો

પરંતુ લગ્ન બાદ મેરેજ રજિસ્ટ્રેશનના મુદ્દે ખટરાગ થયો હતો.મારે કેનેડાના પાસપોર્ટમાં પતિનું નામ લખાવવા માટે મેરેજ રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ જોઇતું હોવાથી પતિ અને સાસરીયાએ તારા બાપે કાંઇ આપ્યું નથી તેમ કહી રૃા.૩ લાખની માંગણી કરી હતી. સાસરીયાએ એમ પણ કહ્યું હતું કે,જો તું રકમ નહીં આપે તો રજિસ્ટ્રેશન નહીં થાય અને અમારો હીરો(અમિત) અનમેરિડ તરીકે પાછો જઇ કેનેડામાં બીજું લગ્ન કરી લેશે.તેમણે ત્રાસ ગુજારી માત્ર સવા મહિનામાં જ પિયર મોકલી દીધી હતી.

લગ્ન

છૂટાછેડાના કાગળો લઇ આવો પછી જ તમને દાગીના પરત આપીશું તેવી શરત મૂકી

પરિણીતાએ કહ્યું છે કે,ત્યારબાદ મારા પરિવારના આગેવાનોએ સાસરીયા સાથે મીટિંગ કરી હતી.પરંતુ તેમાં પણ સાસરી પક્ષના લોકોએ છૂટાછેડાના કાગળો લઇ આવો પછી જ તમને દાગીના પરત આપીશું તેવી શરત મૂકી હતી.મારો પતિ ટૂંક સમયમાં જ કેનેડા પરત ફરનાર હોવાથી તેની સામે તાકિદે કાર્યવાહી કરવી જરૃરી છે. મહિલા પીઆઇ જે આર સોલંકીએ અમિત તેમજ તેના માતા,પિતા અને ભાઇ સામે ગુનો નોંધ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કામની વાત: Whatsapp પર આવેલ ફ્રોડ મેસેજની આ રીતે કરો ઓળખ, જાણી લો આ 10 રીતો

Pritesh Mehta

WTC Final / ટીમ ઇન્ડિયાના ‘સ્પેશિયલ 15’ ખેલાડીઓના નામ જાહેર, આ પ્લેયરોનો છે શામેલ

Dhruv Brahmbhatt

પરમાણુ બોમ્બ/ યુદ્ધ ફાટે તો 3,825 શહેર તો ગણતરીની મીનિટોમાં થઈ જશે ખાખ, 9 દેશો પાસે છે 13,080 બોમ્બ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!