GSTV

વલસાડ: બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમે પાડ્યા દરોડા, 397 બોરી ઘઉંનો જથ્થો ઝડપાયો

વલસાડ જિલ્લા પુરવઠા વિભાગને મળેલી બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમે કોલીવાડ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. એ દરમિયાન પાર્કિંગમાં ઉભેલી ટ્રકમાંથી મોટી માત્રામાં અનાજનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. પુરવઠા વિભાગની ટીમે ટ્રકમાં ભરેલા જથ્થાની તપાસ કરતા તેમાંથી 397 બોરી ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. જો કે ઘઉંના જથ્થા અંગે ટ્રકના ચાલકની પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી બિલ સહિતના અન્ય જરૂરી પુરાવા માગતાં ટ્રક ચાલક કોઈ પુરાવા રજૂ કરી શક્યો ન હતો.

આથી પુરવઠા વિભાગે શંકાના આધારે અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો અને તેને વલસાડ જિલ્લાના પારડીના સરકારી અનાજના ગોડાઉનમાં લાવવામાં આવ્યો હતો. હાલ તો અનાજનો આ જથ્થો પુરવઠા વિભાગે જપ્ત કરી અને વાહનોના નંબરના આધારે આ જથ્થો ક્યાંથી અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો??? અને કોણે ભરાવ્યો હતો…?? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!