GSTV
Ahmedabad News ગુજરાત

વટવા જીઆઈડીસીમાં આવેલી યુનાઈટેડ કેમિકલ ફેક્ટરીમાં બની ઘટના, એકનું મોત

વટવા જીઆઇડીસીમાં આવેલી કેમિકલ ફેકટરીમાં દિવાલ પડી હતી જેથી ત્યાં કામ કરતા બે કર્મચારીન ગંભીર ઇજાઓ થઇ હતી. સારવાર દરમિયાન મેનેજરનું મોત થયું હતું, જ્યારે સુપરવાઇઝર સારવાર હેઠળ છે, આ ઘટના અંગે પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે વટવા જીઆઇડીસીમાં ફેઝ-૨માં આવેલી યુનાઇટેડ કેમિકલ નામની કંપનીમાં આજે મોડી સાંજે અચાનક દિવાલ પડી હતી જેથી ફેકટરીમાં કામ કરતા મેનેજર નીલકંઠભાઇ ધોળકિયા અને સુપરવાઇઝર દેવસિંહ કોલરિયા કાટમાળ નીચે દટાયા હતા.

આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે આવીને બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસડયા હતા. આ ઘટના અંગે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જી.વી.ગોહિલના જણાવ્યા મુજબ સારવાર દરમિયાન મેનેજર નીલકંઠભાઇનું મોત થયું હતું. જ્યારે સુપરવાઝર ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Read Also

Related posts

હિટ એન્ડ રન/ રોડ ક્રોસ કરતા વૃધ્ધને લકઝરી કારેઅડફેટે લીધા, મોતને ઘાટ ઉતારી ચાલક ભાગી ગયો

Damini Patel

સુરતીઓ ચેતજો/ કોરોનાના કેસમાં ફરી આવ્યો ઉછાળો, આ વિસ્તારોમાં સૌથી વધુ ફેલાયુ સંક્રમણ

Karan

દોષ છે કહી ભુવા પાસે વિધિ કરાવવા દબાણ, શંકાશીલ પતિએ મારઝૂડ કરીને પરિણિતાને કાઢી મૂકી

Damini Patel
GSTV