GSTV

મોટી ઘટના/ રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરિંગ, આટલા લોકો મોતને ભેટ્યા

Last Updated on September 20, 2021 by Dhruv Brahmbhatt

રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં એક અજાણ્યા હુમલાખોરે ફાયરિંગ કર્યુ છે. આ હુમલામાં 6 લોકો ઘાયલ થયા અને 8 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે હુમલાખોરને કાબૂમાં લેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, યુનિવર્સિટીમાં હુમલાખોર ઘાતક હથિયરા લઇને ઘૂસ્યો હતો.

ગોળીબારનો હેતુ સ્પષ્ટ નહીં

યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું કે હજુ સુધી તે સ્પષ્ટ નથી કે આખરે આ ગોળીબાર શા કારણે કરવામાં આવ્યો છે. હુમલાખોર પાસે કોઇપણ હાનિકારક હથિયરા નથી.

પર્મ સ્ટેટ યુનિવર્સિટીની પ્રેસ સર્વિસ તરફથી જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ અને સ્ટાફે પોતાને રૂમની અંદર બંધ કરી લીધા છે. યુનિવર્સિટી ઓથોરિટિઝ તરફથી તેમને કેમ્પસ ન છોડવાની વિનંતી કરી હતી. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ ઘટના સમયે બારીમાંથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ પણ કર્યો. ઘટનાસ્થળ પર સ્થાનિક પોલીસ દળ પણ હાજર છે.

રશિયાની સૌથી જૂની યુનિવર્સિટી

પર્મ યુનિવર્સિટી રશિયાની સૌથી જુની યુનિ છે, અને વર્ષ 1916માં તેની સ્થાપના કરવામાં આવી છે. આ યુનિવર્સિટી પર્મમાં સેન્ટ પીટર્સબર્ગ યુનિવર્સિટીની બ્રાન્ચમાં તે સ્થાપિત થઈ છે. રશિયાની સરકારે ઉરાલ આર્થિક ક્ષેત્રની ભૌગોલિક અને સાંસ્કૃતિક રણનીતિઓના નજરે રાખીને આ યુનિવર્સીટીની સ્થાપના કરવામાં આવી છે. આ યુનિવર્સિટી શરૂ કરવાનો ઉદ્દેશ લોકોની વચ્ચે ઉચ્ચ શિક્ષણને વધારવાનું હતું.

આ આઈડિયાને ડીઆઈ મેનદેલીવ અને અન્ય લોકોએ સપોર્ટ કર્યો હતો. આજે આ યુનિવર્સિટીમાં 12 ફેકલ્ટીઝ છે, 77 ડિપાર્ટમેન્ટ અને 2 બ્રાન્ચ છે, વર્ષ 2010/2011ના આંકડાઓના મુજબ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 11,432 છે. જેમાં 7602 વિદ્યાર્થીઓ ફુલ ટાઈમ સ્ટૂડેંટ્સ છે. આ યુનિવર્સિટીમાં 56 પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કોર્સમાં સ્પેશલાઈઝેશન છે. અને 6 ડોક્ટોરલ સ્પેશાઈઝેશનના કોર્સ છે.

Read Also

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!