બનાસકાંઠાના વડાવળ ગામે ગ્રામ પંચાયતમાં ખેડૂતો સાથે ખુલ્લી લૂંટ

બનાસકાંઠાના વડાવળ ગ્રામ પંચાયતમાં અછતથી પીડિત ખેડૂતો સાથે ઉઘાડી લૂંટ થઈ રહી છે. અને આ ઉઘાડી લૂંટમાં ખુદ ગ્રામપંચાયતના સરપંચ પતિની ભૂમિકા હોવાના આક્ષેપો થયા છે. અહીં સરકારી મદદ મેળવવા આવતા ખેડૂતોને સરકારી બાબુઓ અને કોમ્પ્યુટર ઓપરેટર લૂંટી રહ્યા છે. અસરગ્રસ્ત સહાયના ફોર્મ ઓનલાઈન કરવાના છે અને તે માટે સરકારમાં પૈસા આપવા પડશે તેવું કહી ખેડૂતો સાથે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાં છે. સરકારી બાબુઓ, અને કોમ્પ્યુટર ઓપરેટરો એક ફોર્મ સ્વીકારવાના 50 રૂપિયા બેરોકટોક રીતે વસૂલી રહ્યા છે.

એક જાગૃત અસરગ્રસ્ત ખેડૂતો આ વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં કંડાર્યો છે. તો સાથે એક ઓડિયો પણ સામે આવ્યો છે. જેમાં પીડિતે અનઅધિકૃત રીતે થતાં ઉઘરાણા અંગે ડીસા તાલુકા વિકાસ અધિકારી પંકજ મહિડા સાથે ફોન પર રજૂઆત કરી હતી. તો આ બાબુએ પણ પગલાં લેવાને બદલે પોતાના સાથી કર્મીઓનો બચાવ કર્યો. અને શાબ્દિક ઠપકો આપીને આખી વાત પર પડદો પાડી દીધો. ત્યારે આ અંગે જો યોગ્ય તપાસની અસરગ્રસ્ત ખેડૂતોએ માગ કરી રહ્યાં છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter