GSTV
Crime Trending ગુજરાત

કાયદાની ઐસી કી તૈસી: સુરતમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના

દેશમાં મહિલાઓ સુરક્ષિત છે તેવી ગુલબાંગ પોકારવામાં આવે છે. હકિકતે અનેક સ્થળે મહિલાઓ સાથે અમાનુષી અત્યાચારની ઘટના સામે આવતી હોય છે. કઠુઆ, ઉન્નાવ ગેંગરેપ કેસ, નિર્ભયા કેસ કે પછી ગુજરાતનો ચકચારી ચાંદની રેપ કેસથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગેનો ચિતાર મળી આવે છે. બાળકીઓ સાથેનાં અત્યાચારની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે.

સુરતમાં વધુ એક બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતના અમરોલી વિસ્તારમાં બનેલી દુષ્કર્મની ઘટના બાદ 8 વર્ષીય બાળકીને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડાઇ છે. જ્યારે નરાધમ આરોપી હાલમાં ફરાર છે. શ્રમિક પરિવારની માસુમ બાળકી પોતાના માતા – પિતા સાથે રાત્રી દરમ્યાન ફૂટપાથ પર સૂતી હતી. જે દરમ્યાન અજાણ્યો શખ્સ બાળકીને ઉઠાવીને રેલવે નજીક આવેલ ઝાંડી – ઝાંખરમાં લઈ ગયો હતો અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં માસુમ બાળકીની હાલત પણ હાલ ગંભીર છે. ત્યારે નરાધમને ઝડપી પાડવા રેલવે પોલીસ સહિત અલગ અલગ ટીમો દોડધામ કરી રહી છે.

READ ALSO 

Related posts

પશ્ચિમ બંગાળ/ શક્તિગઢમાં ભાજપના નેતા રાજુ ઝાની ગોળી મારીને હત્યા કરી, આરોપીઓ પોલીસ પકડથી દૂર

pratikshah

ED કેસ: ED ભ્રષ્ટાચારને ડામવા માટેનું ઘાતક હથિયાર, 9 વર્ષમાં 95000 કરોડની ગેરકાયદેસર સંપત્તિઓ કરાઈ જપ્ત

Padma Patel

ભેજાબાજ ગઠિયાઓએ લોકોને વિશ્વાસમાં લીધા અને 300 કિલો સોનું લઈને થઈ ગયા ફરાર, 700 લોકો સાથે કર્યો વિશ્વાસઘાત

pratikshah
GSTV