GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સોમનાથમાં આરએસએસની મહત્વપૂર્ણ બેઠક, પ્રચારકોને નવી કામગીરી સોંપવા મામલે થશે ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટોચના પદાધિકારીઓની ત્રિદિવસીય એક મહત્વપૂર્ણ બેઠક સોમનાથ ખાતે મંગળવારથી શરૂ થઈ રહી છે. આ બેઠકમાં આરએસએસના તમામ પ્રાંત પ્રચારકો ભાગ લઈ રહ્યા છે. આ ત્રિદિવસીય બેઠકમાં પ્રચારકોને નવી કામગીરી સોંપવી, સંગઠનના કામકાજ પર વિચારણા જેવા મામલે ચર્ચાવિચારણા થશે.

આરએસએસના પ્રાંત પ્રચારકો દર વર્ષે જુલાઈમાં આવી બેઠક કરતા હોય છે. તેમા નાગપુર મુખ્યમથક ખાતે સંપન્ન થયેલા સંઘ શિક્ષા વર્ગમાં થયેલા નિર્ણયને આગળ વધારવા મામલે વિચારણા કરવામાં આવે છે. મે માસમાં યોજાનારા સંઘ સિક્ષા વર્ગમાં કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે 2025માં આરએસએસની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.

તેને જોતા આરએસએસ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે સંગઠનને દરેક જિલ્લાના દરેક તાલુકા સુધી પહોંચાડવામાં આવશે અને શતાબ્દિ વર્ષની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે. સંઘે પોતાની સંગઠનાત્મક સુગમતા માટે દેશમાં 43 પ્રાંતીય યુનિટ બનાવેલા છે. આ બેઠકમાં આરએસએસના 43 પ્રાંત પ્રચારકો સિવાય તેમના રાષ્ટ્રીય સ્તરના ઘણાં પદાધિકારીઓ પણ સામેલ થઈ રહ્યા છે.

સંઘના સંગઠનાત્મક યુનિટ્સમાં યુપીને સાત અને મહારાષ્ટ્રના ચાર પ્રાંતોમાં વિભાજીત કરવામાં આવ્યા છે. આરએસએસ હાલ યુપી, એમપી અને કેરળના તમામ તાલુકાઓ સુધી પોતાની પહોંચ બનાવીચુક્યું છે. સોમનાથ ખાતે આરએસએસના પ્રાંત પ્રચારકોની બેઠકને આગામી લોકસભાની ચૂંટણીને લઈને પણ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

માનવામાં આવે છે કે 2014ની જેમ 2019માં પણ આરએસએસના કાર્યકર્તાઓ ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનમાં જોરશોરથી સામેલ થશે. આરએસએસ અને ભાજપના ટોચના નેતાઓએ તમામ સાંસદોના કામકાજની સમીક્ષા પણ શરૂ કરી દીધી છે. આરએસએસના સંગઠન મંત્રીઓને વિશેષપણે કહેવામાં આવ્યું છે કે તેઓ સાંસદો બાબતે નિયમિત ફીડબેક આપતા રહે.

Related posts

દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની શકે છે ભારતીય પોસ્ટ, ગ્રામિણ બેંકોનું થઈ શકે છે વિલિનીકરણ

Pravin Makwana

અમદાવાદની સોલા સિવિલના આઇ.સી.યુ વોર્ડની દયનીય સ્થિતિનો વીડિયો વાયરલ

Nilesh Jethva

સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની હપ્તાખોરીનો વીડિયો વાયરલ થતા નાયબ પોલીસ કમિશનરે કરી મોટી કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!