GSTV

મથુરાના કથાકાર દેવકિનંદન ઠાકુર અને ભાઈ વિજય શર્મા વિરુદ્ધ FIR દાખલ, છેડછાડ અને મારપીટનો છે આરોપ

Last Updated on March 3, 2020 by Arohi

વૃંદાવનના ભાગવત કથાકાર દેવકિનંદન ઠાકુર અને તેના ભાઈ વિજય શર્મા વિરુદ્ધ મથુરાના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 354, 323, 452, 504, 506, 147 અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમની કલમ 3  હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમના પર દલીતના ઘરમાં ઘૂસી મારપીટ અને જાતીસૂચક શબ્દોનો પ્રયોગ કરવા અને હાજર મહિલા સાથે છેડતીના આરોપસર કેસ નોંધાયો છે. આ અગાઉ પણ વર્ષ 2018માં એસસી-એસટી કાયદાના વિરોધમાં ભારત બંધનું નેતૃત્વ કરવા બદલ આગ્રામાં ધરપકડ કરાઈ હતી.

દેવકિનંદન ઠાકુર એસસી-એસટી કાયદાના કટ્ટર વિરોધી છે

ઉલ્લેખનીય છે કે દેવકિનંદન ઠાકુર એસસી-એસટી કાયદાના કટ્ટર વિરોધી છે. એસસી-એસટી એક્ટ વિરુદ્ધ અભિયાન ચલાવવા માટે તેમણે ‘અખંડ ઈન્ડિયા મિશન’ નામની એક ટીમ પણ બનાવવામાં આવી હતી. જેના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવકિંદન ઠાકુર નિયુક્ત કરયા હતા.

Read Also

Related posts

ઉંઘતુ તંત્ર / અમદાવાદના આ વિસ્તારમાંથી હજુ સુધી નથી દૂર કરાઇ જર્જરિત ટાંકી, દુર્ઘટના સર્જવવાની ભીતિ

Zainul Ansari

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Zainul Ansari

જુનાગઢ / પ્રજાના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તા દોઢ મહિનામાં સ્વાહા, ‘ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન’ ફક્ત નારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!