GSTV

સાચવજો / અમદાવાદ મેલેરિયા અને ડેન્ગ્યુના ભરડામાં, છેલ્લાં 9 મહિનામાં જ દર્દીઓમાં ધરખમ વધારો

Dengue

Last Updated on September 15, 2021 by Bansari

અમદાવાદ શહેરને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ભરડામાં લઈ રહ્યો છે.ગત વર્ષે પહેલી જાન્યુઆરીથી સપ્ટેમ્બર-૨૦૨૦ સુધીમાં નોંધાયેલા ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના કેસની તુલનામાં આ સમય દરમ્યાન આ વર્ષે ધરખમ વધારો થવા પામ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓ પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. મેલેરીયા ઉપરાંત વાઈરલ ફીવરના પણ ઘર દીઠ એક દર્દી જોવા મળી રહ્યા છે.મ્યુનિ.તંત્રે લીધેલા પાણીના સેમ્પલ પૈકી ૧૫૫ સેમ્પલ ટેસ્ટ બાદ અનફીટ જાહેર કરાયા છે.ઉપરાંત ૨૦૨ સેમ્પલમાં કલોરીન ના હોવાનું લેબોરેટરી તપાસમાં બહાર આવ્યું છે.

dengue

સપ્ટેમ્બર-૨૦૨૦ સુધીમાં અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના ૨૫૫ કેસ, મેલેરીયાના ૪૩૬ કેસ નોંધાયા

આ અંગે મળતી માહિતી મુજબ,જાન્યુઆરી-૨૦૨૦થી સપ્ટેમ્બર-૨૦૨૦ સુધીમાં અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના ૨૫૫ કેસ, મેલેરીયાના ૪૩૬ કેસ નોંધાયા હતાં. ઉપરાંત ઝેરી મેલેરીયાના ૩૫ અને ચીકનગુનીયાના ૧૯૬ કેસ નોંધાયા હતા.જેની તુલનામાં આ જ સમયગાળામાં આ વર્ષે ડેન્ગ્યુના ૮૭૫ કેસ, મેલેરીયાના ૫૪૯ કેસ નોંધાયા છે. ઉપરાંત ઝેરી મેલેરીયાના ૫૦ કેસ અને ચીકનગુનીયાના ૫૦૦ જેટલા કેસ નોંધાઈ ગયા છે.

નોંધપાત્ર બાબત એ છે કે, શહેરમાં મચ્છરજન્ય રોગોની સાથે અનેક વિસ્તારમાં મળતી પાણીના પોલ્યુશનની ફરિયાદોની વચ્ચે પાણીજન્ય રોગના કેસોમાં પણ ધરખમ વધારો થવા પામ્યો છે. ગત વર્ષે જાન્યુઆરી-૨૦૨૦થી સપ્ટેમ્બર-૨૦૨૦ સુધીમાં ઝાડા-ઉલ્ટીના ૧૭૫૦ કેસ, કમળાના ૫૪૦ કેસ, ટાઈફોઈડના ૯૬૫ કેસ અને કોલેરાનો એક પણ કેસ નોંધાયો ન હોતો. જયારે આ વર્ષે અત્યાર સુધીમાં ઝાડા-ઉલ્ટીના ૨૪૧૨ કેસ, કમળાના ૮૬૬ કેસ, ટાઈફોઈડના ૧૩૬૮ કેસ અને કોલેરાના ૬૪ કેસ નોંધાયા છે.

રોગચાળો

શહેરમાં ૩૭ જેટલા તળાવોમાં સફાઈ કરવામાં આવી

આ સત્તાવાર જાહેર કરવામાં આવેલા આંકડા છે. આ સિવાય ખાનગી હોસ્પિટલો અને દવાખાનામાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા અનેકગણી હોવાનું જાણવા મળે છે.મ્યુનિ.તંત્રે એવો દાવો કર્યો છે કે, શહેરમાં ૩૭ જેટલા તળાવોમાં સફાઈ કરવામાં આવી છે. ડેન્ગ્યુના કેસ વધતા મ્યુનિ.તંત્રે  ૧૮૧૨ સીરમ સેમ્પલની તપાસ કરી છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં  ડેન્ગ્યુ માટે ૨૧૫૬ સીરમ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.

પહેલીથી ૧૧ સપ્ટેમ્બર સુધીમાં મેલેરીયાના ૮૭ કેસ, ઝેરી મેલેરીયાના નવ કેસ.ડેન્ગ્યુના ૧૭૯ કેસ જયારે ચીકનગુનીયાના ૯૧ કેસ નોંધાયા છે.પાણીજન્ય રોગોમાં ઝાડા-ઉલ્ટીના ૯૮ કેસ,કમળાના ૭૩ કેસ અને ટાઈફોઈડના ૧૧૫ કેસ નોંધાવા પામ્યા છે.

READ ALSO :

Related posts

પિયુષ ગોયલે સુરતમાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત, વિજય રૂપાણી સરકાર માટે કહી મોટી વાત

Pritesh Mehta

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta

પ્રમુખ સાહેબનો મસાલો હવે ઓળખાશે CMનો મસાલો!, સાદો તમાકુ વગરનો મસાલો છે પ્રખ્યાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!