GSTV
Home » News » નાસા અને ઇસરો રહ્યા ફેઈલ, આ ભારતીય એન્જિનયરે કર્યો એવો કમાલ કે દુનિયા કરી રહી છે સલામ

નાસા અને ઇસરો રહ્યા ફેઈલ, આ ભારતીય એન્જિનયરે કર્યો એવો કમાલ કે દુનિયા કરી રહી છે સલામ

નાસાએ ભારતના ચંદ્રયાન-2 મિશનના વિક્રમ લેન્ડરના કાટમાળને ચંદ્ર પરની સપાટી પરથી ખોળી કાઢ્યો છે, જો કે આ શોધ બાદ એક ભારતીય એન્જિયનિયરના નામની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. 33 વર્ષના શનમુગા સુબ્રમણ્યમ નામના એન્જિનિયરે નાસા દ્વારા જાહેર કરેલા ફોટાની સ્ટડી કરી નાસાને જણાવ્યું હતું કે વિક્રમ લેન્ડર ક્યાં પડ્યું છે. ચેન્નાઈમાં શનમુગા સુબ્રમણ્યમ એક ટેક્નીકલ આર્કિટેક્ટ તરીકે કોમ્પ્યૂટર પ્રોગ્રામર છે. મદુરાઈમાં રહેતા શનમુગા નાસાના લૂનર રિકનાઈસાંસ ઓર્બિટર દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરો લીધી.

જે 17 સપ્ટેમ્બર, 14 અને 15 ઓક્ટોબર સિવાય 11 નવેમ્બરે લેવામાં આવી હતી. ત્યાર પછી તેમા સતત રિસર્ચ કરીને અંતે વિક્રમ લેન્ડરના કાટમાળને શોધી નાખ્યો હતો. પોતાની સફળતા પછી શનમુગાએ નાસાને આ રિસર્ચ વિશે માહિતી અને ત્યારપછી નાસાએ તેની ખાતરી કરવા માટે અમુક સમય માંગ્યો હતો. અંતે નાસાએ પણ શનમુગાની આ શોધને સ્વીકારી અને તેને ક્રેડિટ આપી છે. નાસાના ડેપ્યુટી પ્રોજેક્ટ સાઈન્ટિસ્ટ જોન કેલરે શનમુગાના ઈમેલનો જવાબ આપતા લખ્યું છે કે, તમારા આ મેલ માટે ઘન્યવાદ જેમાં તમે તમારા રિસર્ચ વિશે અમને જાણ કરી છે.

લેન્ડિંગ પહેલા અને પછી લેન્ડિંગ સાઈટ પર થોડા ફેરફાર જોવા મળ્યા છે. તમે આપેલી માહીતી લઈને LROC ટીમે તેનું એનાલિસિસ કર્યું અને આ જગ્યાને વિક્રમ લેન્ડર અથડાયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ રિસર્ચ વિશે શનમુગાએ જણાવ્યું કે, મેં બે તસવીરોની સતત સરખામણી કરી હતી. એક તરફ નાસા દ્વારા જાહેર કરવામાં આવેલી જૂની તસવીર લીધી હતી અને બીજી બાજુ નવી તસવીર હતી.

જે વિક્રમ લેન્ડર ક્રેશ થયા પછી જાહેર કરવામાં આવી હતી. આ ખૂબ મુશ્કેલ હતું પરંતુ તેના માટે મેં ઘણાં પ્રયત્નો કર્યા છે. મારે મહેનત ફળી હોવાથી હું ખૂબ ઉત્સાહિત છું. મને સ્પેસ સાયન્સમાં હંમેશા ખૂબ રસ રહ્યો છે. હું કોઈ પણ લોન્ચ મિસ નથી કરતો.

READ ALSO

Related posts

‘કોંગ્રેસની હંમેશાથી લૂંટો અને લટકાવોની જ નીતિ રહી છે’ વિપક્ષ પર પીએમ મોદીના આકરા પ્રહાર

Bansari

રામ જન્મભૂમિ મામલે નિર્મોહી અખાડા સહિત 18 રિવ્યૂ પિટીશન પર આજે સુનાવણી

Bansari

નાગરિકતા સંશોધન બિલ વિરોધ : ગુવાહાટી બાદ શિલોંગમાં પણ કર્ફ્યૂ, 48 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!