GSTV

દર્દનાક : ટ્રેનની અડફેટે આવતા રોજ એક હાથીનું મોત થાય છે

ભારતમાં પશુ, પક્ષીઓ, ઝાડ અને પાનને પણ દેવતા માનવામાં આવે છે અને તેની પુજા થાય છે. તેમા પણ ગણેશજીનું સ્વરૂપ મનાતા હાથીનું તો વિશેષ પુજન થાય છે. બીજી તરફ સ્થિતિ એવી છે કે ભારતના જંગલોમાં એક સમયે લાખો જંગલી હાથીઓ હતા હવે માત્ર ૨૫,૦૦૦ બચ્યા છે’ તેમ મૂળ વડોદરાના પણ હાલ ગોવા રહેતા શગુન મહેરાએ કહ્યું હતું. શગુને કહ્યું હતું કે ‘ભારતમાં હાથીઓના મોતનું સૌથી મોટુ કારણ છે ટ્રેન અકસ્માત.ઉત્તરાખંડ, તમિલનાડુ,કર્ણાટક, કેરાલા,ઝારખંડ, ઓરિસ્સા, બંગાળ અને આસામમાં હાથીઓનું અસ્તિત્વ છે. અહીના જંગલોમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર હાથીઓ આવી જતા હોય છે અને ટ્રેનની અડફેટે તેમનું મોત થાય છે. દર વર્ષે ૩૫૦થી વધુ હાથીઓ ટ્રેનની અડફેટે મરે છે. મતલબ કે રોજ એક હાથીનું મોત થાય છે’

કયા દિગ્ગજો આવ્યા અભિયાનમાં સાથે

આ બાબતની મને બે વર્ષ પહેલા જાણ થઇ ત્યારે મને ખૂબ આઘાત લાગ્યો અને હાથીઓને બચાવવા કશુંક કરવુ જોઇએ એવા વિચાર સાથે મે ‘ઇઅર ટુ વાઇલ્ડ’ (જંગલી જાનવરોને પણ સાંભળો) નામનું અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાનમાં ક્રિકેટર સચિન તેંડુલકર, ચિત્રકાર રેખા રોડ્ડવિટ્ટિયા, વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડ તેમના પિતા અને વાંકાનેરના રાજવી ડો.એમ.કે.રણજિતસિંહ ઝાલા સહિતના દિગ્ગજો જોડાયા છે.

સેન્સરોની મદદથી હાથીઓની અવર જવર રોકી રહ્યાં છે

અમે લોકો હાથીઓને રેલવે અકસ્માતથી બચાવવા માટેના ઉપાયો પર કામ કરી રહ્યા છીએ અને એક ઉકેલ મળી આવ્યો છે જેનુ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જેમાં સેન્સરોનો ઉપયોગ કરીને હાથીઓની અવર જવર નોંધી રહ્યા છીએ. હાથી જેવા રેલવે ટ્રેક પર અથવા તો નજીક આવે એટલે ત્યાંથી પસાર થનાર ટ્રેનના પાયલોટને તેની જાણકારી મળી જશે એટલે પાયલોટ ટ્રેનને રોકી દેશે અથવા તો ધીમી કરીને હોર્ન વગાડીને હાથીઓને ટ્રેક પરથી દૂર ભગાડશે. ‘

સચિન તેંડુકલકરે સિગ્નેચર કરેલુ બેટ આપ્યું

શગુન મહેરાએ કહ્યું હતું કે હાથીઓને બચાવવા માટે લોકો દરેક રીતે મદદ કરી રહ્યા છે. જેમ કે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે સિગ્નેચર કરેલુ બેટ આવ્યું છે તો રાજસ્થાનના બિઝનેસમેન સિધ્ધાર્થ કાસલીવાલાએ ડાયમંડનું બ્રેસ્લેટ આપ્યું છે. જાણીતા કલાકારો રેખા રોડ્ડવિટ્ટિયા અને જ્યોતિ ભટ્ટ જેવા આર્ટિસ્ટોએ તેમના આર્ટવર્ક આપ્યા છે આ એકઠી થયેલી તમામ વસ્તુઓનું ઓક્શન યોજવામાં આવશે અને તેમાથી જે આવક થશે તે તમામ આવક હાથીઓને બચાવવા માટે ઉપયોગ લેવામાં આવશે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!