GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

દિલ્હી અને એનસીઆરમાં 4.6 તિવ્રતાનો ભૂકંપ, ભૂકંપનું કેન્દ્ર બિંદુ હરિયાણાના રોહતકમાં

ભૂકંપ

દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપના ઝટકા આવ્યા છે. રાત્રે 9 વાગ્યા અને 8 મિનિટે આ ઝટકા આવ્યા છે. હરિયાણાના રોહતકમાં પણ ભૂકંપના ઝટકા આવ્યા હતા. લગભગ 10 થી 15 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પ્રમાણે 4.6 હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ હરિયાણાનું રોહતકમાં છે.

હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા

દિલ્હી- એનસીઆર સહિત હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી રાજધાની દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. 15 મે ના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે રિક્ટર સ્કેલ ઉપર તેની તિવ્રતા 2.2 હતી. આ પહેલા 10 મે ના રોજ બપોરના 1.45 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ ઉપર તેની તિવ્રતા 3.5 હતી.

દિલ્હીમાં અમુક વસ્તુઓ બંધ રાખવી જોઇએ

કોરોના વાયરસની મહામારીના કારણે લાગુ કરાયેલું લોકડાઉન ફોર 31 મેના રોજ પૂર્ણ થઇ રહ્યું છે. તેની બાદ શું હશે તે વાત હજુ સ્પષ્ટ નથી. ત્યારે કેન્દ્ર સરકારે રાજ્યો પાસેથી સૂચનો માંગ્યા છે. આ દરમિયાન દિલ્હી સરકારે કહ્યું છે કે જો આગામી લોકડાઉનનો અમલ થાય તો દિલ્હીમાં અમુક વસ્તુઓ બંધ રાખવી જોઇએ. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનએ જણાવ્યું કે દિલ્હી સરકાર હજુ એવા સ્થળો બંધ રાખવા ઇચ્છે છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે. જેમાં સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, સ્કૂલ-કોલેજ સામેલ છે.સત્યેન્દ્ર જૈનએ જણાવ્યું કે તેમની સરકારે ગૃહ પ્રધાન અમિત શાહને આ સૂચનો મોકલ્યા છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!