GSTV
Home » News » ‘વાયુ’ ચક્રવાતની આફત વચ્ચે અંબાજીમાં ભૂકંપનો જોરદાર આંચકો

‘વાયુ’ ચક્રવાતની આફત વચ્ચે અંબાજીમાં ભૂકંપનો જોરદાર આંચકો

વાયુ વાવાઝોડાનો આતંક હજુ ખત્મ નથી થયો ત્યાં અંબાજીમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. 2.3ની તિવ્રતાનો આ ભૂકંપનો આંચકો આવ્યો હતો. પાલનપુરથી 32 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. જો કે થોડા દિવસ પહેલા પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેના કારણે અંબાજીની ધરા ધ્રૂજી ઉઠી હતી.

આ પહેલા આવેલો ભૂકંપનો આંચકો 4.3ની તિવ્રતાનો હતો. જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા. ત્યારે આ ગભરામણની વચ્ચે ફરી એક વખત અંબાજીની ધરા ધ્રૂજી ઉઠી છે. ભૂકંપના આંચકાના કારણે લોકો પરેશાન થઈ ગયા હતા અને નાશભાગ થઈ ગઈ હતી.

ગુજરાત પર મંડરાઈ રહ્યું છે ‘વાયુ’નો ખતરો

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકનારુ વાયુ વાવાઝોડુ ઘણું તીવ્ર છે. કલાકના 160 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. નિષ્ણાતોએ આ વાવાઝોડાને વાયુ નામ આપ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાને ધમરોળનારા આ વાયુ વાવાઝોડાની તીવ્રતા તેનાનું કારણ આઈ ફોર્મેશન છે. વાયુ વાવાઝોડાની મધ્યમાં આંખ જેવી રચના છે. વાવાઝોડામાં જ્યારે આવી ‘આઈ ફોર્મેશન’ રચાય છે ત્યારે તેને ગંભીર માનવામાં આવે છે.

કોઈપણ વાવાઝોડાની ગંભીરતા અને તે કેટલી તાકાતથી ત્રાટકવાશે તેનું અનુમાન તેની આઈ ફોર્મેશન પરથી વૈજ્ઞાનિકો કરે છે. 10 જૂને અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશનને કારણે ચક્રવાત ઉદ્દભવ્યું ત્યારે તેમાં ‘આઈ  ફોર્મેશન’ સર્જાતા વૈજ્ઞાનિકોએ અનુમાન કર્યું કે આ વાવાઝોડું શક્તિશાળી બનશે. અને પોણા બસ્સો કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂકાંતા પવન સાથે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે તીવ્ર વાવાઝોડાની મધ્યમાં શાંત રહેતા વાદળોના ભાગને ‘આઈ ફોરમેશન’ કહેવાયા છે.

કોઈ પણ વાવાઝોડાની તીવ્રતા ‘આઈ ફોરમેશન’ આધારિત હોય છે. આઈ એટલે કોઈ પણ તીવ્ર ઉષ્ણ કટિબંધીય વાવાઝોડાની મધ્યમાં જોવા મળતા શાંત હવામાનનો વિસ્તાર  જ્યાં આંખ જેવી રચના થાય છે. વાવાઝોડાની આંખ એ ગોળ ફરતો વિસ્તાર હોય છે. જે સરેરાશ 30થી 65 કિલોમિટરનો વ્યાપ ધરાવે છે.

તેની ફરતે આંખ જેવી રચના ધરાવતી ગોળ રચના હોય છે. જ્યાં સૌથી ખરાબ હવામાન અને સૌથી વધુ ગતિના પવનનું સર્જન થાય છે. હવામાન વિભાગના નિષ્ણાતો ભારે ગતિ સાથે ફૂંકાનારા પવન માટે વાયુ વાવાઝોડામાં સર્જાયેલા આઈ ફોર્મેશનને જવાબદાર માને છે.

શું છે આઈ ફોર્મેશન?    

  • ૧૦ જૂને અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશનને કારણે ચક્રવાત ઉtભવ્યું
  • `આઈ  ફોર્મેશન’ સર્જાતા વૈજ્ઞાનિકોએ અનુમાન કર્યું કે આ વાવાઝોડું શકિતશાળી બનશે
  • ૧૬૫થી ૧૭૫ કિમી. પ્રતિકલાકની ઝડપે ફૂકાંશે પવન
  • તીવ્ર વાવાઝોડાની મધ્યમાં શાંત રહેતા વાદળોના ભાગને ’આઈ ફોરમેશન’ કહેવાય છે
  • કોઈ પણ વાવાઝોડાની તીવ્રતા ’આઈ ફોરમેશન’ આધારિત હોય છે
  • તીવ્ર ઉષ્ણ કટિબંધીય વાવાઝોડાની મધ્યમાં જોવા મળતા શાંત હવામાનનો વિસ્તાર
  • વાવાઝોડાની આંખ એ ગોળ ફરતો વિસ્તાર હોય છે
  • સરેરાશ ૩૦થી ૬૫ કિમી.નો વ્યાપ ધરાવે છે, તેની ફરતે આંખ જેવી ગોળ રચના હોય છે
  • જ્યાં સૌથી ખરાબ હવામાન અને સૌથી વધુ ગતિના પવનનું સર્જન થાય છે

Read Also

Related posts

લ્યો બોલો, હવે અમદાવાદના મેયરે પાણી ભરવાની સમસ્યાનું ઇન્ટરનેશનલ કારણ આપ્યું

Nilesh Jethva

ગુજરાત રાજ્યસભા ચૂંટણી : ભાજપના ઉમેદવાર એસ. જયશંકર અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા

Nilesh Jethva

બનાસકાંઠા સહિત ડીસામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ, ખેડૂતોએ વાવણીના કર્યા શ્રી ગણેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!