GSTV
Home » News » MLA લખેલી કારમાં આવેલા ચાર યુવકોએ યુવતીને જબરદસ્તી ખેંચી અને પછી…

MLA લખેલી કારમાં આવેલા ચાર યુવકોએ યુવતીને જબરદસ્તી ખેંચી અને પછી…

અમદાવાદના એસજી હાઈવે પર એક યુવતીના અપહરણનો પ્રયાસ થયો છે. પાશ્વ નામના યુવક અને તેના કેટલાક મિત્રોએ યુવતીની જબરદસ્તીથી ખેંચીને છેડતીનો પણ પ્રયાસ કર્યાનો આક્ષેપ લાગ્યો છે. જે કારમાં યુવકો આવ્યા હતા. તે કાર પર એમએમલએ ગુજરાત લખેલુ હતુ. અપહરણના પ્રયાસ સમયે અન્ય પણ કેટલી કાર હતી. અપહરણના પ્રયાસનો ભોગ બનેલી યુવતી જીમ ટ્રેનરની પુત્રી છે અને આનંદનગર પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.

અમદાવાદના એસજી હાઈવે પર એક યુવતીના અપહરણનો નિષ્ફળ પ્રયાસ થયો છે. જોકે અપહરણકારોના હાથમાંથી છટકી ગયેલી યુવતીએ આનંદનગર પોલીસ મથકે ચાર યુવક સામે ફરિયાદ નોંધાવી છે. અપહરણનો પ્રયાસ કરનારા યુવકો એકથી વધુ કારમાં આવ્યા હતા. જેમાં એક કાર પર એમએલએ ગુજરાત લખેલુ હતુ. શુક્રવારે સાંજે વાયએમસીએ કબલ એક્ઝિબિશનમાં ભાગ લેવા જતી જાણીતા જીમ માલિકની પુત્રી અને ફેશન ડિઝાઇનરના અપહરણનો પ્રયાસ થયો હતો.

યુવતી ન માનતા તેને માર મારવામાં આવ્યો હતો. કારમાં આવેલા શખ્સોએ હોબાળો મચાવી અને એસિડ એટેક સાથે તેના ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી. જોકે, યુવતી તેમની ચુંગલમાંથી બહાર નીકળવામાં સફળ થઇ હતી. જે બાદ મોડી રાત્રે જીમના માલિક તેમની પુત્રીને પોલીસ સ્ટેશને લઇ જઇ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. યુવતીને 4 યુવાનો માંથી એક યુવાનનું નામ પાશ્વ તરીકે ઓળખ થઈ છે. પોલીસ આરોપી યુવાન ના ઘરે પહોંચે તે પહેલા આરોપી ફરાર થઈ ગયો હતો.

Read Also

Related posts

ગુજરાતના આ ગામમાં એવુ તે શું થયું કે ઘરોમાં લાગવા મંડ્યા ટપોટપ તાળા

Nilesh Jethva

માસિકમાં મહિલા હોય એના હાથના રોટલા ખાશો તો બળદ અને કૂતરાં બનશો, સંતનો વીડિયો વાયરલ

Nilesh Jethva

અમદાવાદના ચકચારી હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને ઝટકો, હાઈકોર્ટે કર્યો આ આદેશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!