GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

પૂંચમાં પુલવામા જેવો હુમલો નિષ્ફળ, જૈશના ચાર આતંકી ઝડપાયા

કાશ્મીરમાં આતંકી સંગઠનો વિરૂદ્ધ સૈન્ય દ્વારા કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે. 370 નાબૂદી બાદ ઘાટી જેવા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આતંકીઓ સક્રીય થઇ ગયા છે. આ પરિસિૃથતિ વચ્ચે સૈન્ય દ્વારા જે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું તેમાં ચાર આતંકીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઝડપાયેલા ચાર આતંકીઓ પુલવામામાં જે વિસ્ફોટ થયો હતો તેમાં પણ સામેલ હતા તેમ સૈન્યના અિધકારીએ જણાવ્યું હતું. એક પોલીસ અિધકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે જુલાઇ માસમાં પુલવામામાં આવેલા અરીહાલ વિસ્તારમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેની તપાસ ચાલી રહી છે. આ હુમલામાં સામેલ શરિક અહેમદ નામના એક શખ્સની જાણકારી પોલીસને મળી હતી.

અહેમદ ઘણા સમયથી વિદેશી આતંકીઓના સંપર્કમાં હતો તેથી પોલીસની પણ તેના પર ચાંપતી નજર હતી. આતંકીઓ પુલવામામાં એક મોટા આતંકી હુમલાની તૈયારી કરી રહ્યા હતા.  પોલીસે હાલ બાતમીના આધારે અહેમદ, અબીક અહેમદ, આદિલ અહેમદ મિર, ઓવૈસ અહેમદ ચારેયની ધરપકડ કરી લીધી છે.આ ચારેય આતંકીઓ કાશ્મીરમાં અગાઉ હુમલા કરી ચુકેલા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે. આ સાથે જ પૂંચમાં પણ સૈન્યએ એક મોટી કાર્યવાહી કરી છે. પૂંચમાં તપાસ દરમિયાન સાત આઇઇડી મળી આવ્યા છે જેનો ઉપયોગ મોટા ધમાકા માટે કરવામાં આવનારો હતો. આ ઉપરાંત એક ગેસ સિલિન્ડર, વાયરલેસ સેટ વગેરેને પણ મળી આવ્યા છે.

અહીંના ધૈર ફોરેસ્ટમાંથી મળી આવેલી આ સામગ્રી પરથી સ્પષ્ટ થાય છે કે આતંકીઓ મોટા હુમલાની ફિરાકમાં હતા.  તેવી જ રીતે પૂંચ હાઇવે પરથી પણ એક અકી શક્તિશાળી આઇઇડી મળી આવતા દોડધામ મચી ગઇ છે. આતંકીઓ દ્વારા પૂંચમાં જ મોટા હુમલાની તૈયારી કરવામા આવી હતી અને હાઇવે પર જવાનોના વાહનોને નિશાન બનાવી પુુલવામા જેવો હુમલો કરવા માગતા હતા.આ બોમ્બ મળી આવતા હાઇવેને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે આસપાસના વિસ્તારોમાં હજુ પણ મોટા પાયે તપાસ અભિયાન જારી છે. કાશ્મીરમાં આતંકીઓ કોઇ મોટો હુમલો કરીને પોતે હજુ પણ કાશ્મીરમાં સક્રીય છે તેવો સંદેશો આપવા માગે છે તેવા ઇનપૂટ પણ સૈન્ય અને પોલીસને મળ્યા છે તેથી હાલ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.  

370 નાબૂદી બાદ કાશ્મીરમાં 765 પથ્થરબાજોની ધરપકડ

જમ્મુ કાશ્મીરમાં ઓગસ્ટ મહિનામાં આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી જેને 100 દિવસથી વધુનો સમય વીતી ગયો છે, આ સમયગાળા દરમિયાન સૈન્ય અને પોલીસ દ્વારા આશરે 750 જેટલા પથ્થરબાજોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલાઓ પર આરોપ છે કે તેઓએ સૈન્ય પર પથ્થરમારો કર્યો છે અને સાથે રાજ્યમાં હિંસા ભડકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

લોકસભામાં કેન્દ્ર સરકારે વિપક્ષના સવાલનો જવાબ આપતી વેળાએ આ માહિતી આપી હતી, જેમાં  જણાવ્યું હતું કે કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં પથ્થરબાજો સક્રીય થઇ ગયા છે અને હિંસા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પથ્થરમારો અને હિંસાની ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસ અને સૈન્ય દ્વારા જે પણ અટકાયત અને ધરપકડની કાર્યવાહી કરવામાં આવી તેમાં આશરે 765 સ્થાનિકોની અટકાયત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

પહેલા મરધી આવી કે ઈંડુ: વિશ્વાસ નહીં આવે પણ અહીં સાચ્ચે જ મરધીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપ્યો !

Pravin Makwana

કોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત

Mansi Patel

ખુશખબર: દેશમાં કોરોનાથી રિકવરી રેટ 60 ટકાથી વધુ, અમુક રાજ્યોમાં તો આનાથી પણ વધુ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!