GSTV
India News ટોપ સ્ટોરી

Big News / ‘મુંબઇમાં ફરી થશે 26/11 જેવો હુમલો’, પાકિસ્તાનથી આવ્યો ધમકીભર્યો મેસેજ

મુંબઇ

26/11 Attack: દેશની રાજધાની મુંબઈથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈમાં આતંકી હુમલાનો ખતરો છે. મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં એક ધમકીભર્યો મેસેજ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈમાં 26/11નો બીજો હુમલો થશે. આ મેસેજ પાકિસ્તાનથી આવ્યો હતો. આ સાથે વોટ્સએપ દ્વારા ધમકીભર્યા મેસેજ પણ મળ્યા હતા.

કંટ્રોલ રૂમના વોટ્સએપ પર પાકિસ્તાની નંબર પરથી ધમકીની જાણકારી આપવામાં આવી હતી. મેસેજ કરનારે કહ્યું કે જો તમે તેનું લોકેશન ટ્રેસ કરશો તો તે ભારતની બહાર બતાવશે અને બ્લાસ્ટ મુંબઈમાં થશે. ધમકીમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 6 લોકો છે, જેઓ આ કામ કરશે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે તેમજ અન્ય એજન્સીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.

વોટ્સએપ પર મોબાઈલ નંબર શેર કર્યા

ટ્રાફિક પોલીસ કંટ્રોલના નંબર પર +923029858353 નંબર પરથી વોટ્સએપ મેસેજમાં લખેલું છે. મુબારક, મુંબઈમાં હુમલો થવાનો છે. તમને 26/11ની નવી તાજી યાદ અપાવશે. આમાં 7 મોબાઈલ નંબર પણ શેર કરવામાં આવ્યા છે. તેની બાજુમાં લખ્યું છે કે મુંબઈને ઉડાવી દેવાની તૈયારી. મેસેજમાં લખવામાં આવ્યું છે કે UP ATS મુંબઈ ઉડાન ભરવા માંગે છે. આમાં કેટલાક ભારતીયો મારી સાથે છે. આમાંથી કેટલાકના નામ પણ શેર કરવામાં આવ્યા છે.

મુંબઇ

મેસેજમાં અજમલ કસાબનો પણ ઉલ્લેખ

મેસેજમાં લખ્યું છે કે મારું સરનામું અહીં બતાવશે, પરંતુ મુંબઈમાં બ્લાસ્ટ થશે. અમારુ કોઇ ઠેકાણુ નથી હોતુ. લોકેશન તમને દેશની બહાર ટ્રેસ કરવામાં આવશે. આ સાથે ઉદયપુરના કન્હૈયાલાલ મર્ડરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ધડ અને માથુ અલગ થવાની વાત કહેવામાં આવી છે. આ સિવાય સિદ્ધુ મુસેવાલા અને અમેરિકાના હુમલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં અજમલ કસાબ વિશે પણ કંઈક લખવામાં આવ્યું છે.

Read Also

Related posts

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Hemal Vegda

જનનાયક જયપ્રકાશ નારાયણનું નામ વટાવી ખાવા માટે ભાજપ અને જેડીયુમાં હોડ જામી

HARSHAD PATEL

હર્ષદ રીબડીયાના રાજીનામાને લઈ જીલ્લા કોંગ્રેસમાં હડકંપ, વીસાવદરમાં કોંગ્રેસને નવા ચહેરાની શોધ

pratikshah
GSTV