GSTV

આજે ૨૦૨૦ ટીકે૩ નામનો એસ્ટરોઇડ પૃથ્વી નજીકથી પસાર થશે : આટલા કિલોમીટરની હશે ઝડપ, જાણી લો પૃથ્વીને નુક્સાન કરશે કે નહીં?

Last Updated on October 17, 2020 by Mansi Patel

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાનો એક વિભાગ પૃથ્વીની નજીકથી પસાર થનારા લઘુગ્રહ એટલે કે એસ્ટરોઇડની સંશોધન નોંધ રાખે છે જેમાં અગાઉ પસાર થયેલા કે આગામી સમયમાં આવનારા પીંડની માહિતી રાખે છે. નાસા માને છે કે આવનારા ૧૦૦ વર્ષમાં ૨૨ જેટલા એસ્ટરોઇડસ છે જે પૃથ્વીને ટકરાઇ શકે તેવી શકયતા ધરાવે છે. ૧૭ ઓકટોબરના રોજ ૨૦૨૦ ટીકે૩ નામનો એસ્ટરોઇડ પૃથ્વી નજીકથી પસાર થશે.

પૃથ્વીને નુકશાન થવાની કોઈ જ શક્યતા નહીં

જો કે આ લઘુગ્રહનું પૃથ્વીથી ચંદ્રમાં જેટલું હશે. લુનાર ડિસ્ટન્સ આમ તો સ્પેસમાં વધારે ના ગણાય તેમ છતાં પૃથ્વીને નુકસાન થવાની કોઇ જ શકયતા નથી. આ લઘુગ્રહની લંબાઇ માત્ર ૧૧ મીટર જેટલી છે આથી માનો કે ટકરાય તો પણ વાયુમંડળમાં ઘર્ષણ ઉર્જાથી બળીને ખાખ થઇ જશે. જો કે આનું પૃથ્વીથી નજીકનું અંતર જોતા પૃથ્વી નજીક (નીઓ)ની શ્રેઁણીમાં રાખવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ પૃથ્વી પછી મર્કયૂરી અને વીનસ તરફ જઇને પૃથ્વીના પાછળના ભાગમાં પસાર થશે અને પછી મંગળ ગ્રહ તરફ જતો રહેશે. આ એસ્ટરોઇડની પ્રતિ કલાક ૪૦ કિમીની ઝડપ છે જે માત્ર ૧ કલાકમાં જ પૃથ્વી નજીકથી પસાર થઇને આગળ નિકળી જશે.

લાખો વર્ષ પહેલા આવી જ ઘટનાથી ડાયનાસોરનું નીકળ્યું હતું નિકંદન

આમ તો એક ખગોળીય ઘટના છે જે સદીઓથી બનતી આવે છે પરંતુ લાખો વર્ષ પહેલા પૃથ્વી પર રહેતા ડાયનાસોરનું નિકંદન પૃથ્વી સાથે લઘુગ્રહ ટકરાવાથી થયું હતું એવી થિયેરી પછી લઘુગ્રહ અંગેના સંશોધન અને ભ્રમણમાં સામાન્ય માનવીઓનો પણ રસ વધ્યો છે. લઘુગ્રહ કોઇ મોટા ગ્રહની જ ચટ્ટાન હોય છે જે સોલારને ભ્રમણ કરે છે. સોલાર સિસ્ટમમાં વધારે સંખ્યામાં લઘુગ્રહ મંગળ, ગુરુ અને જુપીટરના ભ્રમણ કક્ષાવાળા બેલ્ટમાં જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે ૪.૫ અબજ વર્ષ પહેલા સોલાર સિસ્ટમનો ઉદ્ભવ થયો ત્યારે ગેસ અને ધૂળથી બનેલા વાદળો ગ્રહના સ્વરુપમાં આવી શકયા ન હતા ત્યાર પછી સમય જતાં ચટ્ટાનોમાં પરીવર્તિત થઇ હતી.

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!