GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધશે, માનહાનીના કેસમાં રાહુલ સામે ગુજરાત હાઇકોર્ટમાં થઇ અરજી

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. તેમની સામે થયેલા બદનક્ષીના કેસ મુદ્દે હવે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારે મેટ્રો કોર્ટના હુકમને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી છે. આ કેસમાં કોંગ્રેસના હાલના પ્રવક્તા રોહન ગુપ્તાની જુબાની લેવા માટે પણ અરજદાર દ્વારા અરજીમાં રજૂઆત કરાઈ છે.

હાલના પ્રવક્તા રોહન ગુપ્તાની જુબાની મહત્વની
અરજદારે અરજીમાં જણાવ્યું છે કે, આ બદનક્ષીના કેસમાં કોંગ્રેસના હાલના પ્રવક્તા રોહન ગુપ્તાની જુબાની મહત્વની છે. આ અરજીની સુનાવણી હાઈકોર્ટમાં આગામી 22મી માર્ચના રોજ યોજાશે. અગાઉ મેટ્રો કોર્ટે આ કેસમાં રોહન ગુપ્તાની જુબાની લેવાની અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ અરજદારે હાઈકોર્ટમાં મેટ્રો કોર્ટના હૂકમને પડકારતી અરજી કરી છે. અગાઉ રોહન ગુપ્તા કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલના ઓલ ઈન્ડિયાના ચેરમેન હતાં. હાલમાં તેઓ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે.

રાહુલ ગાંધી સામે મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ
2019માં લોકસભાની ચૂંટણી સમયે અમિત શાહ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ ભાજપના નેતા કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે અમદાવાદ મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી. આ જ કેસમાં રાહુલ ગાંધીએ પણ મેટ્રો કોર્ટમાં હાજર રહીને જુબાની આપી હતી. પરંતુ મેટ્રો કોર્ટે તત્કાલીન કોંગ્રેસ ઓલ ઇન્ડિયા સોશિયલ મીડિયા ચેરમેન રોહન ગુપ્તાની જુબાની લેવાની મંજુરી આપી નહોતી. આથી આજે બદનક્ષીના કેસમાં રોહન ગુપ્તાની જુબાની લેવા માટે હાઈકોર્ટમાં અરજી કરીને રજૂઆત કરી છે.

READ ALSO

Related posts

મુસીબતનું માવઠું! ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી, વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાશે

pratikshah

ફિલિપાઈન્સ / 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગતા 12 જીવતા ભડથું, મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ

Kaushal Pancholi

વિવિધ મંદિરોમાં ચોરી કરનાર માત્ર 19 વર્ષનો જુવાન, પોલીસ પણ મોડેસ ઓપરેન્ડી જાણીને અંચબામાં પડી ગઈ

pratikshah
GSTV