GSTV
Gujarat Government Advertisement

દિવાળી પર બસ કે જગ્યા નથી મળતી આ વાતને લાગી જશે પૂર્ણવિરામ, STએ મુસાફરોને આપી આ ભેટ

Last Updated on October 19, 2019 by Mayur

દિવાળીના તહેવારોને લઇને એસ.ટી.નિગમ દ્વારા મુસાફરોની સવલત માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે. જેમાં ૨૪ ઓક્ટોબરથી લાંભ પાંચમ સુધી અમદાવાદ વિભાગમાંથી ગોધરા, પંચમહાલ અને સૌરાષ્ટ્ર માટેની ૬૫૦ એક્સ્ટ્રા બસો દોડાવાશે. આ વખતે મુસાફરો પાસેથી રૂટીન ભાડું જ વસુલવાનો નિર્ણય લેવાયો છે. ગીતામંદિર એસ.ટી.ડેપોથી તમામ બસોનું સંચાલન થશે. મુસાફરોની ભીડને જોતા ૯ રિઝર્વેશન કાઉન્ટરો ખોલવામાં આવ્યા છે. તેમજ તમામ અધિકારીઓને ૧૨ કલાકની ડયૂટી સોંપીને બે ગુ્રપમાં મુસાફરોની સેવામાં હાજર રહેવાનો પણ આદેશ આપી દેવાયો છે.

24 કલાક સુધી કાઉન્ટરો ખુલ્લા રહેશે

અમદાવાદથી દાહોદ, ઝાલોદ, ગોધરા, લુણાવાડા, સંતરામપુર, બારિયા તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ધારી અને સાવરકુંડલા માટે રૂટીન એસી બસો સિવાયની વધારાની બસો દોડાવવામાં આવશે. એસ.ટી.નિગમના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદ વિભાગમાં  એક્સ્ટ્રા બસો દોડાવાશે.ગીતા મંદિર ખાતે ૯ રિઝર્વેશન કાઉન્ટરોમાંથી ૭ કાઉન્ટરોને સવારના ૬ થી રાતના ૧૧ વાગ્યા સુધી ખૂલ્લા રખાશે. જ્યારે બાકીના ૨ કાઉન્ટરો ૨૪ કલાક ખૂલ્લા રખાશે. નહેરૂનગર ખાતે પણ એક કાઉન્ટર સવારના ૬ થી રાતના ૧૧ વાગ્યા સુધી ખૂલ્લું રખાશે. જો કોઇપણ મુસાફર ઇ-બુકિંગ કે મોબાઇલમાંથી બુકિંગ કરાવશે તો તેઓને ભાડાની રકમમાં ૧૦ ટકા રાહત આપવાનો પણ સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

માગ મુજબ બસો દોડાવવાનું આયોજન

તમામ એક્સ્ટ્રા બસોનું સંચાસન ગીતા મંદિર ખાતેના બસ સ્ટેન્ડ પરથી કરાશે. પરંતુ જો મોટી સંખ્યામાં મુસાફરો થતા હશે તો માંગ મુજબ બસોને જે તે વિસ્તારમાંથી પણ દોડાવવા સુધીનું આયોજન કરાયું છે. મુસાફરો હશે તો સુરત રૂટ પર પણ એક્સ્ટ્રા બસો દોડાવાશે.આ દિવાળીમાં મુસાફરો માટે સૌથી મોટી રાહત એ છેકે તેઓએ એક્સ્ટ્રા બસોમાં આ વખતે એકસ્ટ્રા ભાડુ ચૂકવવું નહીં પડે. અગાઉ વન-વે ટ્રાફિકના નામે મુસાફરો પાસેથી એક્સ્ટ્રા બસોમાં ૦.૨૫  પોઇન્ટ વધુ ભાડુ વસુલાતું હતું. એટલેકે જો ૧૦૦ રૂપિયા ભાડુ થતું હોય તો મુસાફર પાસેથી ૧૨૫ રૂપિયા ભાડુ વસુલાતું હતું. હવે મુસાફરોએ ફક્ત રૂટીન ભાડુ જ ચૂકવવાનું થતા તહેવારોની આ સિઝનમાં તેઓને મોટી રાહત મળી ગઇ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!