GSTV

સ્વામી પાપી નીકળ્યો : મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, એક બે નહીં 6 મહિલા…

Last Updated on August 20, 2020 by Mansi Patel

પાલનપુરમાં રહેતા હિમાચલ પ્રદેશના એક સ્વામીએ એક બે સંતાનની માતાને મકાન આપવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેના બે બાળકોને પોતાના શિષ્ય બનાવી તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને મહિલાને પાલનપુરના અંબાજી હાઈવે પર આવેલ સત્યમ સિટીમાં પોતાના મકાન પર બોલાવીને મકાનમાં સાત દિવસ સુધી ગોંધી રાખી સ્વામીએ મહિલા સાથે દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હોવાની પોલીસ ફરિયાદ દાખલ થતા ચકચાર મચી જવા પામી છે.

ડિસામાં મકાન અપાવવાની લાલચમાં પ્રેમજાળમાં ફસાવી

પાલનપુરમાં અંબાજી હાઈવે પર આવેલ સત્યમ સિટીમાં રહેતા મૂળ હિમાચલ પ્રદેશના સ્વામી રામરતનપુરી ગુરુ વિરમપુરી વિરુધ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં સ્વામીએ પાલનપુરના ફાંસીયા ટેકરા વિસ્તારમાં રહેતી અને બે સંતાનની ૩૬ વર્ષીય મહિલાને વર્ષ ૨૦૧૭માં ડીસામાં મકાન આપવાની લાલચ આપી તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને વર્ષ ૨૦૧૮માં મહિલાને પાલનપુર સત્યમ સિટીમાં બોલાવી ત્યાં તેને સાત દિવસ ગોંધી રાખી હતી અને તેના પર બળાત્કાર તેમજ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતું. જોકે મહિલાને સ્વામીએ ગોંધી રખાઈ હોવા અંગે સોસાયટીના રહીશો દ્વારા મહિલાના પતિને જાણ કરવામાં આવતા મહિલાના પતિએ સ્વામીની ચુંગાલમાંથી પોતાની પત્નીને છોડાવી હતી.

મહિલાને આપી જાનથી મારી નાંખવાની ધમકી

જોકે આ મહિલાએ સ્વામીના દબાણવશ થઈને તેના પતિને છૂટાછેડા આપ્યા હતા અને દુષ્કર્મ અંગે કોઈને કહીશ તો તેના પરિવારને જાનથી મારી નાખવાની સ્વામીએ ધમકી આપી હતી. જે બાદ આ મહિલા પાલનપુરમાં પોતાના પુત્રને ટિફિન આપવા જઈ રહી હતી તે દરમ્યાન સ્વામી રામરતનપુરીએ તેના બે પુત્રોને પોતાના શિષ્ય બનાવી તેને રઝળતી મુકવાની ધમકી આપતા આખરે પીડિત મહિલાએ પોતાની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારનાર સ્વામી વિરુધ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આરોપી સ્વામીને ઝડપી લીધો હતો.

પોલીસે આરોપી સ્વામીને નજરકેદ કર્યો

પાલનપુરના સ્વામી રામરતનપુરી વિરુધ્ધ મહિલાએ બળાત્કાર ગુજારવા તેમજ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવાની ફરિયાદ નોંધાવતા પૂર્વ પોલીસે આરોપી સ્વામીને નજરકેદ કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય છ મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી હોવાના આક્ષેપ

પાલનપુરમાં વૈભવી જિંદગી વિતાવતા મૂળ હિમાચલ પ્રદેશના સ્વામી રામરતનપુરીએ મહિલાઓને મકાન, ગાડી, સ્કુટી, દાગીના આપવાની લાલચો આપીને પાલનપુર, ડીસા અને અમદાવાદની છ મહિલાઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી હોવાના પીડિત મહિલાએ આક્ષેપો કર્યા છે.

Related posts

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: GTUમાં શિયાળુ સત્રની સેેમેસ્ટર પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કર્યો, દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ લેવાશે પરીક્ષાઓ

Pravin Makwana

અમદાવાદમાં ઔવેસીનો ફ્લોપ શો: સાબરમતી જેલની મુલાકાતે જતાં પોલીસે કરી અટકાયત, યુપીના ગેંગસ્ટરને મળવાની હતી ઈચ્છા

Pravin Makwana

Fraud / ૪૩ વર્ષ પહેલાં શેર ખરીદીને ભૂલી ગયા પિતા, તેનું મૂલ્ય 1,448 કરોડ થઈ ગયું

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!