GSTV
Banaskantha ગુજરાત ટોપ સ્ટોરી

કરૂણ/ દર્શન કરીને પરત આવી રહેલા બનાસકાંઠાના પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, ત્રણ મહિલા સહિત ચારના કમકમાટીભર્યા મોત

અકસ્માત

શનિવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. બનાસકાંઠા જિલ્લાના મહેશ્વરીના પરિવારને રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત નડ્યો છે. ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મહિલા સહિત કુલ ચાર લોકોના મોત થયા છે. જેસોરથી દર્શન કરી પરિવાર પરત ધાનેરા આવી રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. મહામહેનતે મૃતદેહને કારમાંથી બહાર કાઢી પોલીસે તપાસ હાથ ધરી હતી.

અકસ્માત

અકસ્માતની આ ઘટનામાં ચાર લોકોના મોત થતાં સમગ્ર પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. જ્યારે બનાવની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નાગપુરમાં પણ દર્દનાક અકસ્માત

મહારાષ્ટ્રના નાગપુરમાં આજે સવારે એક ખૂબ જ દર્દનાક અકસ્માત થયો છે. નાગપુરના સખદરા બ્રિજ પર કાર અને બાઈક એકબીજા સાથે અથડાયા હતા, જેમાં ચાર લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, કારે એક સાથે અનેક બાઈકને ટક્કર મારી હતી જેમાં અલગ-અલગ બાઈક પર સવાર આ ચાર લોકો ઉછળીને બ્રિજની નીચે પડ્યા હતા અને તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બાઇક

હાલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ જાહેર કરવામાં નથી આવી. પ્રાપ્ત માહિતી પ્રમાણે એક બેકાબૂ કારે ત્રણ બાઈકોને ટક્કર મારી હતી જેના કારણે બ્રિજ પરથી નીચે પડી જતાં ચાર બાઈક સવારોના મોત થઈ ગયા હતા.

Read Also

Related posts

Gujarat Election / અમદાવાદના આ નેતાને લોકો કહી રહ્યા છે જુનિયર અમિત શાહ, જાણો શા માટે

Nakulsinh Gohil

સુરત / કેજરીવાલે કહ્યું રાજ્યમાં જો ‘આપ’ની સરકાર બની તો જૂની પેન્શન સ્કીમ લાગુ કરીશું

Akib Chhipa

સુરત / મહુવાના ભાજપ ઉમેદવાર મોહન ડોઢિયાના નામે ખોટો વિડીયો થયો વાયરલ, જિલ્લા પોલીસવડાને કરાઈ ફરિયાદ

Nakulsinh Gohil
GSTV