GSTV
Home » News » સ્ટેચ્યું ઓફ યુનિટી પાસે બે બસો વચ્ચે અકસ્માત, બસને બહાર કાઢવા ક્રેનની મદદ લેવાઈ

સ્ટેચ્યું ઓફ યુનિટી પાસે બે બસો વચ્ચે અકસ્માત, બસને બહાર કાઢવા ક્રેનની મદદ લેવાઈ

સ્ટેચ્યું ઓફ યુનિટી પાસે બે બસો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક બસ પલ્ટી ગઈ હતી. આ અકસ્માતમાં 17 જેટલા પેસેન્જરો ઘાયલ થયા હતા. અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. પ્રવાસીઓને સ્ટેચ્યું યુનિટી જોવા પગપાળા જવાનો વારો આવ્યો હતો. પોલીસ અને તંત્ર ઘટના સ્થળે પહોંચ્યુ હતુ. બસને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી હતી. જન્માષ્ટમીની રજા હોવાથી 25 હજાર જેટલા પ્રવાસીઓની ભીડ સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે એકઠી થઇ હતી. ઘટનાને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

કીનીબેન પટેલને હેલિકોપ્ટરમાં વધુ સારવાર માટે લઇ જવાયા

સ્ટેચ્યું ઓફ યુનિટી પાસે પ્રવાસીઓને બસના અકસ્માતમાં 17 પ્રવાસીઓ ઘાયલ થયા હતા. એક મહિલાની હાલત વધુ ગંભીર થતા વડોદરાથી હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ ખસેડાઇ હતી. કીનીબેન પટેલને હેલિકોપ્ટરમાં વધુ સારવાર માટે લઇ જવાયા છે. તમામ દર્દીઓનો સારવારનો ખર્ચ એસ.ઓ.યું ઉઠાવશે. અકસ્માતને પગલે પ્રવાસીઓને સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી પગપાળા જવાનો વારો આવ્યો હતો. પોલીસ અને તંત્ર ઘટના સ્થળે પહોંચ્યુ હતુ.

Related posts

ઈન્સ્ટાગ્રામનું સૌથી ખતરનાક ડેબ્યુ આ અભિનેત્રીના નામે, સાઈન અપ કરતાં જ ગિનીસમાં રેકોર્ડ દર્જ થઈ ગયો

Mayur

અમદાવાદનો ટ્રાફિકથી ધમધમતો આ બ્રિજ દિવાળી બાદ 20 દિવસ રહેશે બંધ

Nilesh Jethva

આ માણસનો પ્રાઈવેટ પાર્ટ થયો ફુટબોલ કરતા મોટો, આ હતી ખતરનાક બીમારી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!