GSTV

પાકિસ્તાની સેનાના પૂર્વ પ્રવક્તા આસિફ ગફૂરનો ગંભીર એક્સિડન્ટ, ઈલાજ માટે તાત્કાલિક ખસેડ્યા સઉદી

Last Updated on February 6, 2020 by

પાકિસ્તાની સેનાના પૂર્વ પ્રવક્તા જનરલ આસિફ ગફૂરનો ગંભીર એક્સિડન્ટ થયો છે. બુધવારે સવારે પાકિસ્તાનના સરગોધામાં આ એક્સિડન્ટ થયો. ગફૂર તેમની પર્ની સાથે કારમાં હાજર હતા તે સમયે જ આ દુર્ઘટના ઘટી. ત્યારબાદ બંનેને લાહોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. આસિફની સ્થિતિ ગંભીર જણાતાં તેમને સઉદી અરબ ઈલાજ માટે મોકલવામાં આવ્યા છે.

31 જાન્યુઆરીએ આસિફ ગફૂરની જગ્યાએ જનરલ બાબર ઈફ્તિખારને સેનાના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ગફૂરની ટ્રાન્સફર 40 મા ઈન્ફ્રેન્ટી ડિવીઝનમાં જીઓસીના પદ પર કરી દેવામાં આવી. તેમને પદ પરથી હટાવતાં જ ભારતીય સોશિયલ મીડિયામાં લોકોએ સંખ્યાબંધ રિએક્શન આપ્યાં હતાં, કારણાકે ગફૂર ટ્વિટર પર બહુ એક્ટિવ રહેતા. ગફૂરના કાર્યકાળના અંતમાં તેમણે કહ્યું હતું કે, જો તેમની ટ્રાન્સફરથી ભારત ખુશ છે, તો આ તેના પોતાના માટે સન્માનની વાત છે.

આસિફ ગફૂરે એકવાર ભારત પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની ધમકી આપી હતી. પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવા સાથે લંડન પ્રવાસે ગયેલ આસિફ ગફૂરે મીડિયાને કહ્યું હતું ‘જો ભારત પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવાની ભૂલ કરશે તો સામે તેમને 10 સર્જિકલ સ્ટ્રાઇકનો સામનો કરવો પડશે.’

Read also:

Related posts

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel

રસીકરણ/ આખરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી, આ રીતે થયો મોટો ખુલાસો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!