GSTV
Home » News » AN-32 વિમાનની 100 કલાકથી નથી કોઈ ભાળ, સ્થાનિકોએ ધુમાડો જોયો હોવાનો કર્યો દાવો

AN-32 વિમાનની 100 કલાકથી નથી કોઈ ભાળ, સ્થાનિકોએ ધુમાડો જોયો હોવાનો કર્યો દાવો

ભારતીય વાયુસેનાના લાપતા થયેલા AN-32 વિમાનની 100 કલાક બાદ કોઈ ભાળ મળી નથી. વિમાનને શોધવા માટે નેવીના પી8આઈ વિમાનને કામે લગાવવામાં આવ્યુ છે. આ ઉપરાંત હેલિકોપ્ટર્સ, ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ, યુએવી અને સેંસર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઓપરેશનમાં સેના, પોલીસ અને રાજ્ય સહકાર સહિત સ્થાનિક લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે. તો બીજી તરફ લાપતા થયેલી વિમાન અંગે અરૂણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લાના મોલો ગામના લોકોનો દાવો છે કે, પહાડી વિસ્તારમાંથી ધુમાડો જોવા મળ્યો હતો. જે બાદ આ વિસ્તારમાં ઓપરેશન તેજ કરવામાં આવ્યુ છે. ત્યારે વિમાનનો શોધવા માટે ત્રણ ટીમની રચના પણ કરવામાં આવી છે. જેમા સ્થાનિક લોકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

રશિયામાં બનેલા આ વિમાને સોમવારે બપોરે જોરહાટથી મેચુકા માટે ઉડાન ભરી હતી. જે બાદ વિમાનનો સંપર્ક થયો નહોતો. વિમાન જ્યારે લાપતા થયુ ત્યારે વિમાનમાં ક્રુ મેમ્બર સહિત 13 લોકો સવાર હતા. આ વિમાને ૧૪ વર્ષ જૂના SOS સિગ્નલ યૂનિટ સાથે ઉડાન ભરી હતી.

READ ALSO

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

Nilesh Jethva

ભાવનગર : સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!