GSTV

અમેઝોને નિંટેડો સ્વિચના બદલામાં સંખ્યાબંધ ગાહકોને મોકલી દીધા કૉન્ડમ

જાણીતી ઓનલાઇન કંપની અમેઝોને પોતાના ગ્રાહકોને 300 પાઉન્ડની નિંટેડો સ્વિચના બદલામાં કૉન્ડમ અને બીજી કેટલીક રેન્ડમ વસ્તુઓ, જેવી કે ટૂથબ્રશ અને ટેમ્બોરીન વગેરે મોકલવા બદલ માફી માંગી છે. આ ગડબડ બાદ શુક્રવારે કંપનીએ માફી માંગી છે, આ બાબતે ઓનલાઇન ખરીદી કરનાર ઘણા ગ્રાહકોએ આ ગડબડ બદલ નિરાશા વ્યક્ત કરી ફરિયાદ નોંધાવી હતી.

કંપનીએ ગ્રાહકોને પૈસા પાછા આપવાનો પણ વાયદો કર્યો છે, જેમાં કેટલાક ગ્રાહકો નિરાશ જણાયા છે. કારણકે તેમણે આ ઓર્ડર બ્લેક ફ્રાઇડેના દિવસે કર્યો હતો, પરંતુ હવે આ વસ્તુઓ ખરીદવા તેમને પૂરી કિંમત ચૂકવવી પડશે.

એક રિપોર્ટ અનુસાર, સ્ટેફર્ડશાયર ટટબરીના વિવ જૉનસનને કાર્ડબોર્ડ પેકિંગની અંદર ડેવિડ વાલિયટસની તાજેતરની બુક ધ બીસ્ટ ઓફ બકિંઘમ પેલેસ મળી.

જૉનસને અમેઝોનના પેકેજની તસવીર શેર કરી લખ્યું, હું મારા પૈસા પાછા ઈચ્છું છે. તમે પાર્સલ ડિલીવર કર્યું અને પાર્સલ પાછું લેવાની ના પાડી દીધી, જેને ખોલવામાં આવ્યું હતું.

આ દરમિયાન અમેઝોને આ મોટી ભૂલ થવા પાછળ તપાસ શરૂ કરી છે.

Related posts

યુવકને આઇપીએલમાં ઓનલાઇન જુગાર રમવો પડ્યો ભારે, સટોડિયાઓએ નગ્ન કરી…

Nilesh Jethva

વકીલ દેવજી મહેશ્વરીની હત્યા મામલે મોટી સફળતા, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને રાપર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયો મુખ્ય આરોપી

Nilesh Jethva

દુનિયામાં જીવવા માટે આપણી પાસે બસ આટલો સમય છે, જુઓ આ ઘડિયાળમાં કેટલો સમય જીવતા રહીશું આપણે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!