GSTV

અમૂલના અા વ્યક્તિઅે મોદીના કાર્યક્રમનો કર્યો બહિષ્કાર કે જેનાથી મચી ગયો છે ખળભળાટ

પીએમના આગમન પહેલા જ અમુલનો આંતરિક કલેહ બહાર આવ્યો છે. પીએમના કાર્યક્રમનો અમુલનાવાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર કરશે બહિષ્કાર અન્ય ડિરેક્ટરો પણ કાર્યક્રમ માં રહેશે ગેરહાજર. અમુલ નો નહિ પણ ભાજપ નો કાર્યક્રમ હોવાનો કરાયો આક્ષેપ કર્યો છે.  અામ મોદીના કાર્યક્રમ પહેલાં બખેડો બહાર અાવતાં અા મામલાને દબાવવા માટે અને રાજેન્દ્રસિંહને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.

 આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદ ના મોગર સ્થિત અમુલ ચોકલેટ પ્લાન્ટનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે અમુલનો આંતરિક કલેહ સામે આવ્યો છે. પી એમના આગમન પહેલાં જ અમુલ ના વાઇસ ચેરમેને કાર્યક્રમ નો બહિષ્કાર કરતા  કાર્યક્રમ અમુલ નો નહિ પરંતુ ભાજપ નો હોવાનો આક્ષેપ કરતા સહકારી ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે રાજેન્દ્ર સિંહ પરમાર સહીત અન્ય ડિરેક્ટરો પણ આ કાર્યક્રમ માં ગેરહાજર રહે તેવી શક્યતાઓ પણ નકારી શકાય નહિ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અાવતીકાલે જ અમૂલ ડેરીના મોગર સ્થિત અતિ આધુનિક ચોકલેટ પ્લાન્ટ (રેડી ટુ યુઝ થેરાપ્યુસ્ટીક ફુડ) અને ટેક હોમ રાશન પ્લાન્ટનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમૂલ દ્વારા રૂા.૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ, રૂા.૪૫૦ કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે અમૂલ ફેડ ડેરીના મિલ્ક પાવડર,  ઘી અને માખણ પ્લાન્ટને ખુલ્લો મૂકશે. જયારે વિદ્યા ડેરી ખાતે રૂા.૨૦ કરોડના ખર્ચે સ્ટેટ ઓફ આર્ટ સંપૂર્ણ ઓટોમેટીક આઇસ્ક્રીમ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે. અામ સહકારી ક્ષેત્રે અા મોટી તક છે. હાલમાં અમૂલના ચેરમેન અે રામસિંહ પરમાર છે. જેઅો પહેલાં કોંગ્રેસમાં હતા. હવે તેઅો ભાજપમાં જોડાઈ ગયા છે.  અેકાઅેક અાગળના દિવસે અા બખેડો બહાર અાવતાં અમૂલમાં પણ ખળભળાટ મચ્યો છે. તમામ સહકારી અગ્રણીઅો અા મામલાને જલદી સૂલઝાવાના પ્રયાસો કરી રહ્યાં છે.

Related posts

દેશનું પ્રથમ ટાયર પાર્ક/ નકામા થઈ ગયેલા ટાયરનો બનશે પાર્ક, સુંદર રંગોથી રંગી બનાવશે કલાનો ઉત્તમ નમૂનો

Pravin Makwana

દેશની આ સ્કૂલોમાં પણ લાગુ થશે અનામત : 27 ટકાનો ક્વોટા ફાળવાશે, સરકારે લઈ લીધો નિર્ણય

Ankita Trada

ચૂંટણીપંચ ભાજપની જ એક શાખા : તેજસ્વી આવતીકાલે બિહારના મુખ્યમંત્રી હશે તો તે નવાઈની વાત નહી હોય, ગોળગોળ શિવસેના

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!