GSTV
Home » News » અમૂલ દૂધના ભાવમાં રૂા.2નો વધારો કરવા પાછળ આ છે કારણ, ગુજરાત સિવાય આ રાજ્યોમાં પણ દૂધના ભાવમાં વધારો

અમૂલ દૂધના ભાવમાં રૂા.2નો વધારો કરવા પાછળ આ છે કારણ, ગુજરાત સિવાય આ રાજ્યોમાં પણ દૂધના ભાવમાં વધારો

મોંઘવારીના ભાર તળે કચડાઈ રહેલી ગુજરાતની જનતાને માથે દૂધના ભાવ વધારાને નામે વધુ એક બોજ આવ્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશને દૂધના લિટરદીઠ ભાવમાં રૂા. બે નો વધારો કર્યો છે. પંદરમી ડિસેમ્બરથી આ ભાવ વધારો લાગુ કરવામાં આવશે. પશુ દાણ અને અન્ય સામગ્રીના ભાવમાં થયેલા 35 ટકાના વધારાને ધ્યાનમાં લઈને આ ભાવ વધારો કરવામાં આવ્યો છે.

અમૂલ ગોલ્ડના લિટરદીઠ ભાવમાં રૂા.2નો અને અમૂલ તાજાના લિટરદીઠ ભાવમાં રૂા.2નો વધારો કરવામાં આવ્યો છે. જોકે અમૂલ શક્તિના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે અમૂલ ટી સ્પેશિયલના લિટરદીટ ભાવમાં રૂા.1નો અને અમલ કાઉમિલ્કના લિટરદીઠ રૂા.2નો વધારો કરવામાં આવ્યો છે.

થોડા દિવસ પહેલા સુરતની સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કરતાં અમૂલ દૂધના ભાવમાં વધારો આવવાની ધારણા રાખવામાં આવી રહી હતી. થોડા દિવસ પૂર્વે દહીંના કિલોદીઠ ભાવ રૂા. 55થી વધારીને રૂા.60 કરવામાં આવ્યા હતા. આ પણ દૂધના ભાવમાં આવી રહેલા વધારાનો નિર્દેશ જ આપતા હતા. ગુજરાત ઉપરાંત મુંબઈ, મહારાષ્ટ્ર, એનસીઆર, અને પશ્ચિમ બંગાળમાં આ ભાવ વધારો લાગુ કગરવામાં આવશે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આમ તો અમૂલના દૂધના લિટરદીઠ ભાવમાં રૂા.2નો વધારો કરવાનું પંદરમી નવેમ્બરથી જ નક્કી કરવામાં આવ્યું હતું.

આ ભાવ વધારો આવતીકાલથી અમલી બનતા અમૂલ ગોલ્ડના લિટરદીઠ ભાવ રૂા. 54થી વધીને રૂા.56 થઈ ગયા છે. અમૂલ તાજાના 500 મિલિલિટરના પાઉચનો ભાવ રૂા. 22નો થયો છે. અલબત્ત અમૂલ શક્તિનો લિટરદીઠ ભાવ રૂા.50ની સપાટીએ પૂર્વનત જાળવી રાખવામાં આવ્યો છે. આ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે અમૂલે છેલ્લા ત્રણ વર્ષમાં બીજીવાર જ દૂધના લિટરદીઠ ભાવમાં વધારો કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં દૂધના લિટરદીઠ ભાવમાં માત્ર રૂા. 4નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ત્રણ ટકાથી પણ ઓછો હોવાનું જણાવવામાં આવ્યું છે. દૂધના ભાવના દરમાં થયેલા વધારા કરતાં ફુગાવાનો દર વધુ વધ્યો છે.

પશુદાણના ભાવમાં ગયા વર્ષની તુલનાએ આ વર્ષે 35 ટકાનો વધારો થઈ ગયો હોવાથી દૂધના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. પશુદાણના ભાવ વધતા દૂધનો ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. દૂધ સંઘો દ્વારા ખેડૂતોને દૂધના ચૂકવવાના આવતા ભાવમાં આ વર્ષે કિલોગ્રામ દીઠ રૂા.100થી 110નો વધારો કરી આપવામાં આવેલો છે. દૂધ સંઘોએ પણ દૂધ સંપાદનના ખર્ચમાં વધારો કરાવ્યો છે. દૂધ સંપાદન પાછળ થતાં ખર્ચમાં એક વર્ષમાં 15 ટકાનો વધારો થયો હોવાનું જોવા મળ્યું છે.પરિણામે ગુજરાતના 36 લાખ ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થયો છે.અમૂલના સંચાલકો ગ્રાહકો પાસેથી દૂધની જે કિંમત વસૂલે છે તેમાંથી 80 ટકા રકમ ખેડૂતોને પરત આપે છે, એમ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

સુરક્ષિત રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝિટ છે પહેલી પસંદ, જાણો FDનાં ફાયદાઓ અને નુકસાન વિશે

Mansi Patel

મોટેરામાં તેઓ મારા માટે નહીં પણ તમારા માટે આવ્યા હતા, ટ્રમ્પે ખુલ્લાદીલે કર્યો આ ખુલાસો

Mansi Patel

ફોન ચોરી અથવા ખોવાઈ જાય તો પરેશાન ન થતા, આ રીતે તમારા વોટ્સએપ એકાઉન્ટને કરો સિક્યોર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!