GSTV
Ahmedabad Anand ગુજરાત ટોપ સ્ટોરી

મોંઘવારીનો માર/ અમૂલે દૂધના ભાવમાં એક ઝાટકે કર્યો આટલા રૂપિયાનો વધારો, આવતી કાલથી થશે લાગુ

દૂધ

દિવસે દિવસે વધતી મોંઘવારીથી સામાન્ય જનતા ત્રસ્ત છે ત્યારે અમૂલે આમ આદમીને વધુ એક ઝટકો આપ્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રુપિયાનો વધારો કર્યો છે. અમૂલનું સંચાલન કરતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL) દ્વારા અપાયેલી માહિતી અનુસાર, 17 ઓગસ્ટથી દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દૂધ

શું છે નવા ભાવ

આવતીકાલથી લાગુ થનારા 500 મિલીના પાઉચના નવા ભાવ પર નજર કરવામાં આવે તો ગુજરાતમાં અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અમૂલ ગોલ્ડની કિંમત 31 રુપિયા પ્રતિ 500 મિલી રહેશે. જ્યારે અમૂલ તાજાનું 500 મિલીનું પાઉચ 25 રુપિયા, અમૂલ શક્તિ 28 રુપિયામાં મળશે.

  • અમૂલ ગોલ્ડમાં લીટરે રૂપિયા 2નો વધારો
  • અમૂલ શક્તિમાં પણ લીટરે રૂપિયા 2નો વધારો
  • અમૂલ ગોલ્ડના રૂપિયા 60ના 62 થયા
  • અમૂલ દૂધના ભાવમાં ફરી એક વાર ભાવવધારો
  • અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ~2નો વધારો
  • આવતી કાલથી અમૂલ દૂધના ભાવમાં વધારો અમલી
  • 500 મિલિ અમૂલ ગોલ્ડનો ભાવ 31 રૂપિયા
  • 500 મિલિ અમૂલ તાજાનો ભાવ 25 રૂપિયા
  • 500 મિલિ અમૂલ શક્તિ દૂધનો ભાવ 28 રૂપિયા
દૂધ

જણાવી દઇએ કે વિશ્વની સૌથી મોટી સહકારી મંડળી અમૂલે પણ જનતાને વધુ એક મોંઘવારીનો ડામ આપ્યો છે. અમૂલે દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દૂધના ઉત્પાદન અને અન્ય ખર્ચમાં વધારો થતા ભાવવધારો કર્યો છે. અમૂલ દૂધની તમામ બ્રાન્ડના ભાવ આવતીકાલથી જ વધી જશે. કંપનીએ કરેલ જાહેરાત પ્રમાણે અમૂલ દૂધના ભાવમાં 17મી ઓગષ્ટ,2022થી પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

અમૂલે તાજેતરમાં જ દહીં, છાશ અને લસ્સીના ભાવમાંં કર્યો હતો તોંતિગ વધારો

પાંચ ટકા જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ પડી જતાં અઢાર જુલાઈથી દહીં અને છાશના ભાવમાં અમૂલે વધારો કરી દીધો હતો.દહીંના એક કિલોના પેકના ભાવ રૃા. ૪ વધારીને રૃા. ૬૯ કરી દીધા હતા. દહીંના ૨૦૦ ગ્રામના પાઉચમાં રૃા. ૧નો, ૪૦૦ ગ્રામના પાઉચમાં રૃા. ૨નો વધારો કર્યો. ૪૦૦ ગ્રામના પાઉચના ભાવ રૃા. ૩૦થી વધીને રૃા. ૩૨ થઈ ગયા. ૨૦૦ ગ્રામના દહીંના કપના ભાવ ર૦થી વધારી રૃા.૨૧ અને ૪૦૦ ગ્રામના કપના ભાવ રૃા. ૪૦થી વધારી રૃા.૪૨ કરી દેવામાં આવ્યા.  પ્રી પૅક કે પ્રી લેબલ્ડ બટરમિલ્ક-છાશ અને દહીં કર્ડને જીએસટીને પાત્ર ગણવાનો જીએસટી કાઉન્સિલમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 

Read Also

Related posts

મુંબઇમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી, લેન્ડલાઈન નંબર પર આવ્યો કોલ

Hemal Vegda

તેલંગાણા સીએમ કેસીઆરે તેલંગાણા રાષ્ટ્ર સમિતિને બનાવી દીધી ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશનો તખ્તો તૈયાર

HARSHAD PATEL

PM મોદીના શાંતિ આહ્વાન બાદ ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત નહીં કરે, શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી

pratikshah
GSTV