GSTV
Home » News » ગ્રાહકો પર પડ્યો મોંઘા દૂધનો માર, અમૂલ, મધર ડેરીએ વધારી કિંમત

ગ્રાહકો પર પડ્યો મોંઘા દૂધનો માર, અમૂલ, મધર ડેરીએ વધારી કિંમત

દેશની સૌથી મોટી સહકારી મંડળી અને ગુજરાતના ખેડૂત વર્ગની કરોડરજ્જુ સમાન અમૂલ દૂધે ભાવ વધરો ઝીંક્યો છે. અનુમાન અનુસાર જ અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ લિમિટેડે કરેલ જાહેરાત અનુસાર દૂધના વેચાણ ભાવમાં રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે.

પશુદાણ તથા બિયારણના ભાવમાં વધારો થયો હોવાથી દૂધના ભાવામાં વધારો કરીને ગ્રાહકોને પાસ ઓન કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો આવતી કાલ એટલેકે 15મી ડિસેમ્બરથી જ અમલી બનશે. ગુજરાત, મુંબઈ, દિલ્લી અને પશ્ચિમ બંગાળમાં અમુલનું દૂધ લેનારા ગ્રાહકોને હવેથી પ્રતિલીટરે 2 રૂપિયા વધારે આપવા પડશે.

અમૂલ ગોલ્ડ દૂધ જે 54 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે, તેનો ભાવ રૂ.56 કરવામાં આવ્યો છે. અમૂલ તાજાના 500 MLના 20ની જગ્યાએ હવેથી 22 રૂપિયા ચૂકવવા પડશે. સુમુલની રાહે અમૂલ : સુમુલ ડેરીએ પ્રતિ લિટર દૂધનો ભાવ 2 રૂપિયા વધારતા અમૂલ દ્વારા પણ ભાવવધારાના સંકેત મળી રહ્યાં હતા અને આજે અમૂલે જાહેરાત કરી છે.

અમૂલ શક્તિ દૂધ વાપરનારા માટે રાહતના સમાચાર છે. કારણ કે, અમૂલ શક્તિના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અગાઉ મે મહિનામાં અમૂલે દૂધમાં ભાવ વધારો જાહેર કર્યો હતો.

તે સમયે અમૂલની સાથો સાથે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી મનાતી સુમુલ ડેરીએ પણ દૂધના ભાવ વધાર્યા છે. હવે સુમુલ ડેરીએ પ્રતિ લિટર દૂધનો ભાવ 2 રૂપિયા વધારતા અમૂલે પણ દૂધના વેચાણ ભાવમાં રૂ.2નો વધારો કર્યો છે.

READ ALSO

Related posts

હિંદુવાદી નેતા અમિત જાનીની જાહેરાત : શરઝીલ ઈમામનું માથું વાઢી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ

Mayur

બૅકલેસ સાટિન ગાઉનમાં પ્રિંયકાનો સામે આવ્યો સ્ટનિંગ લૂક, રેડ કાર્પેટ પર ફ્લોન્ટ કર્યુ કિલર ફિગર

Mansi Patel

ક્રિકેટર ડેવિડ વોર્નરે જરૂર છે એક બેટની, વિરાટ કોહલીએ જવાબ આપી કહ્યું….

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!