GSTV
Home » News » લાભપાંચમે ખેડૂતોનું ન સચવાયું શુભ મુહૂર્ત, દૂધના ઘટ્યા ભાવ અને ન મળ્યા પાકના ભાવ

લાભપાંચમે ખેડૂતોનું ન સચવાયું શુભ મુહૂર્ત, દૂધના ઘટ્યા ભાવ અને ન મળ્યા પાકના ભાવ

લાભ પાંચમ એટલે વણજોયું મુહૂર્ત. ગુજરાતમાં દિવાળીની રજાઓ બાદ આજથી વેપાર- ધંધા ધમધમવા લાગે છે. ખેડૂતો પણ આજથી ખરીફ પાકનું વેચાણ શરૂ કરે છે. રવી સિઝનની વાવણીનો પણ પ્રારંભ થાય છે. આજે શુભ મુહૂર્તમાં રાજ્યભરમાં ખેડૂતો માલ લઇને બજારમાં ઉમટ્યા હતા. જોકે, ખેડૂતોનું શુભ મુહૂર્ત સચવાયું નથી. ખેડૂતો માટે શુભ મૂહૂર્ત ખોટનું મુહૂર્ત  સાબિત થયું છે. ડાંગર, મગફળી સહિતના પાકના ભાવ ટેકાથી પણ નીચા રહેતાં ખેડૂતોના મોંઢા વિલાઈ ગયા હતા. ખેડૂતો લાભ પાંચમે નિરાશ થઈને માર્કેટયાર્ડમાંથી પરત ફર્યા હતા. અમૂલે દૂધના ભાવમાં પણ ઘટાડો કરી દેતાં ખેતી અને પશુપાલનને બેવડો ફટકો પડ્યો હતો. ખેડૂતોને લાભપાંચમના દિવસે જ શુકનના સોદા થયા ન હતા.

ભાવાંતર યોજના લાગુ કરવાની માંગને લઈને થયેલી વેપારીઓની હડતાળ સમેટાઈ જતા લાભ પાંચમથી સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતા થયા છે. યાર્ડમાં મગફળી, કપાસની હરરાજીનો પ્રારંભ થયો. જોકે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા તેઓમાં નારાજગી છે. સરકારે મગફળીના એક હજાર રૂપિયા ટેકાનો ભાવ નક્કી કર્યો છે પરંતુ, ખેડૂતોના માલના ઓપન બજારમાં સાતસોથી સાડા સાતસો રૂપિયા જ મળી રહયા છે. એક માર્કેટયાર્ડ નહીં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના માર્કેટયાર્ડમાં ખેડૂતોને નિરાશા સાંપડી હતી.

જામનગરના માર્કેટ યાર્ડમાં મગફળીની નવથી સાડા નવ હજાર ગુણીની આવક થઈ છે. જીણી મગફળીના ઊંચામાં 1050 અને સરેરાશ 950 રૂપિયા ભાવ બોલાયા છે. જયારે જાડી મગફળીના સરેરાશ પોણા નવસો રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે. યાર્ડમાં પોતાની મગફળી લઈને વેચવા આવેલા ખેડૂતો પોતાને મળતા ભાવને લઈને નારાજ જોવા મળ્યા હતા.  તો આ તરફ ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને જૂનાગઢમાં 1,860 ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને ઓનલાઈને રજીસ્ટ્રેશન ચાલી રહ્યુ છે. પરંતુ જૂનાગઢમાં માત્ર 950 ખેડૂતોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું.

ખેડૂતોઅે ટેકાનો ભાવ લોલિપોપ ગણાવ્યો

માંગરોળમાં પણ લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદવાના ટોકન તો અપાયા પણ ખેડૂતોએ ટેકાના ભાવને લોલીપોપ ગણાવ્યો હતો. આથી જ તારીખ 15 નવેમ્બરથી વારાઓ મુજબ યાર્ડોમાં લવાશે. ખેડુતોને મગફળીનો ભાવ મણના એક હજાર રૂપિયા જયારે કિવન્ટલના 5000 લેખે ગણી ખેડૂતોને ચૂકવણી કરાશે.

ડાંગરના ભાવ ટેકાથી ઓછા મળ્યા

આજથી રાજ્ય સરકાર ટેકાના ભાવે ડાંગરની પણ ખરીદી કરવા જઈ રહી છે, જોકે બાવળા એપીએમસીમાં સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ પણ ઓછો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. બાવળા એપીએમસી ખાતે ખેડૂતો ડાંગરને ટેકાના ભાવે વેચવા આવ્યા હતા. સરકારે ટેકાના ભાવ રૂપિયા 350 નક્કી કર્યા છે પરંતુ વેપારીઓ સાડા ત્રણસો કરતા ઓછા ભાવે ડાંગરની ખરીદી કરતા જોવા મળ્યા હતા. જેથી વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી.

પશુપાલકોને ફટકો,અમૂલે દૂધના ભાવ ઘટાડ્યા

અમુલે ગાયનાં દૂધ ખરીદ ભાવમાં 8.90 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તો ભેંસનાં દૂધ ખરીદ ભાવમાં રૂપિયા 20નો ઘટાડો કર્યો છે. પહેલા પ્રતિકિલો ફેટે 610 રૂપિયા મળતા હતા. તો હવે પશુપાલકોને રૂપિયા 590 રૂપિયા ચુકવવામાં આવશે. “દૂધનાં ભાવ ઘટાડાનું કારણ દૂધની વધારે આવક છે. 30 રૂપિયા પૈકી 20 રૂપિયા ખેડૂત-પશુપાલક માટે બચતમાં રહેશે. ખેડૂતોને માત્ર 10 રૂપિયા ઓછા મળશે. અત્યારે 28 લાખ લીટર દૂધની આવક અમુલમાં થાય છે. અન્ય દૂધ સંઘો કરતા અમુલનો ભાવ સૌથી વધુ છે. અન્ય સંઘોનાં ભાવ 600ની અંદર હોવાનો અમૂલ મેનેજમેન્ટે બચાવ કર્યો હતો.

Related posts

ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા વ્હાઈટ હાઉસે પાકિસ્તાનને ફટકાર લગાવી દીધી

Mayur

કોરોનાનો કહેર : ચીન બાદ ઈટાલીના શહેરને તાળાબંધી કરવાની નોબત આવી

Mayur

ટ્રમ્પની મુલાકાત : ઈન્વિટેશન પર આવે છે કે ઈન્સ્પેક્શનમાં ? મોદી અને શાહને જે ઈચ્છા નહોતી તેના પર જ ટ્રમ્પ વાત કરશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!