GSTV

શરઝીલ ઈમામને છોડો નહીં તો એવું થશે જેની કલ્પના પણ નહીં હોય, મોદી અને શાહ વિરોધી નારાઓ લાગ્યા

એએમયૂ કેમ્પસમાં ભડકાઉ ભાષણ દેવાના દેશદ્રોહના આરોપસર બિહારથી ધરપકડ કરાયેલા જેએનયૂના છાત્ર શરઝીલ ઇમામ સામે પોલીસની કાર્યવાહીથી મંગળવારે સાંજે એએમયૂમાં છાત્રોમાં જોરદાર આક્રોશ પડઘાયો હતો. કેમ્પસમાં મોડી સાંજે શરઝીલની ધરપકડના વિરોધમાં એક રેલી યોજાઈ હતી. જેમાં શરઝીલને છોડી દેવાની માગ કરાઈ હતી. આ રેલીમાં જાહેરાત થઈ હતી કે શરઝીલને જેલમાંથી નહીં છોડાય તો એવું થશે કે મોદી સરકાર તેનો અંદાજો પણ નહીં લગાવી શકે. એએમયૂ પ્રશાસને આ રેલીની નિંદા કરી છે અને આ છાત્રોને ઓળખીને કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યું છે.


16 જાન્યુઆરીના રોજ જેએનયૂના છાત્ર શરઝીલ ઈમામે એએમયૂમાં જ ભડકાઊ ભાષણો કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તંત્રમાં જોરદાર પડઘા પડ્યા હતા. પીએમના આદેશ બાદ આ કેસમાં શરઝીલ સામે રાજદ્રોહનો કેસ નોંધાયો છે. શરઝીલ સામે દિલ્હી સહિત પાંચથી 6 શહેરોમાં ફરિયાદ નોંધાઈ છે.

દિલ્હીના કેસમાં પોલીસે શરઝીલ ઈમામની બિહારથી ધરપકડ કરી છે. આ જાણકારી બાદ છાત્રોએ લાઈબ્રેરીના પાછળના ભાગે એકઠા થઈ રેલી કાઢવાનો નિર્ણય લીધો છે. આ રેલીમાં મોદી, યોગી, ભાજપ, અમિત શાહ મુર્દાબાદ અને આ લોકોની કબ્ર ખોદાશે તેવા નારાઓ લાગ્યા. આ લોકોએ આઝાદીની પણ આ રેલીમાં માગ શરૂ કરી. પ્રદર્શનકારીઓ શરઝીલને છોડવાની માગ કરી રહ્યાં હતા.

આ ઘટના બાદ એએમયૂ પ્રશાસને આ રેલીમાં સામેલ છાત્રો સામે કાર્યવાહી કરવાના આદેશો કર્યા છે. જોકે, આ ઘટના અતિ ગંભીર છે. સરકારને આ રેલીમાં ધમકી અપાઈ છે કે શરઝીલને નહીં છોડાય તો અતિ ગંભીર પરિણામો આવશે જેનો સરકારે અંદાજ પણ નહીં લગાવ્યો હોય. હવે આ બાબતે પોલીસ પણ કાર્યવાહી કરી શકે છે.

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!