GSTV
Ahmedabad Trending

AMTSની નવરાત્રી ધાર્મિક પ્રવાસ યોજનાનો ફિયાસ્કો, ફક્ત આટલા લોકોએ કરી મુસાફરી

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસ દ્વારા જાહેર કરાયેલા નવરાત્રી ધાર્મિક પ્રવાસ યોજનાને બહુ સારો પ્રતિસાદ મળ્યો નથી. નવરાત્રી પર્વ દરમિયાન શહેરમાં આવેલા વિવિધ માતાજીના મંદિરોના દર્શન કરાવાની યોજના શરૂ કરાઇ હતી.

જેમા નવ દિવસમા 42 ટ્રીપમાં 1 હજાર 700 લોકોએ લાભ લીધો છે. જેના થકી તંત્રને 1 લાખ 2 હજાર 140 રૂપિયાની આવક થઇ છે. એએમટીએસ દ્વારા શ્રાવણ માસની ધાર્મિક પ્રવાસ યોજનાને સારો પ્રતિસાદ મળે છે. પરંતુ નવરાત્રીની યોજનાને જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નથી.

તંત્રનુ કહેવું છે કે નવરાત્રી ધાર્મિક યોજનાનું આ પ્રથમ વર્ષ હોવાથી ઓછો રેસ્પોન્સ મળ્યો છે. આવનારા વર્ષોમાં સારો પ્રતિસાદ મળશે તેવી આશા છે.

AMTSએ રૂટમાં કર્યા ફેરફાર

મુસાફરોની માંગને ધ્યાનમા રાખીનેAMTSના રૂટ નંબર 60 શટલ, રૂટ નંબર 63-1 અને રૂટ નંબર 147માં ફેરફાર કરવામા આવ્યો છે. શનિવારથી આ રૂટ લંબાવામા આવ્યા છે.

રુટ નંબર 60 શટલ લાલ દરવાજાથી સીંધુભવનનો હતો જે બોલલગામ સુધી કરી 1 કીલોમીટર લંબાવામા આવ્યો. છે. તો રુટ નંબર 63-1 લાલદરવાજાથી લીલાપુર ગામના રૂટમાં ફેરફાર કરીને લીલાપુર ત્રણ રરસ્તાથી હીના ફાર્મ શીલ્પગ્રામ થઇને મૂળ રૂટ પર આવશે. આ રૂટમાં સાડા ચાર કીમીનો વધારો થયો છે.

Related posts

ભાગલા માત્ર શિવસેનામાં નથી પડ્યા, પક્ષ સાથે જોડાયેલા પરિવારોમાં પણ ભંગાણ, ક્યાંક ભાઈઓ તો ક્યાંક બાપ દીકરા જુદા પડ્યા

Padma Patel

શિક્ષકોની ચાર હજાર જગ્યાઓ પર ભરતી થશે, પ્રતિ માસ આટલો પગાર

Kaushal Pancholi

બજારમાં સતત પાંચા દિવસે તેજી: સેન્સેક્સ સાથે નિફ્ટી ઓલટાઇમ હાઇ સપાટીએ

Padma Patel
GSTV