દિવાળીના દિવસોમાં એએમટીએસની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે..સામાન્ય દિવસોમાં એએમટીએસમાં રોજના 5થી6 લાખ મુસાફરો મુસાફરી કરે છે. આ દિવસોમાં 22થી 24 લાખની રૂપિયાની આવક થાય છે. પરંતુ દિવાળીના પર્વ પર લોકો બહારગામ જતા હોય છે.

બીજી તરફ બજારો બંધ રહે છે. જેથી મુસાફરોની સંખ્યા ઘટડો થતા આવકમા ઘટાડો જોવા મળ્યો. ગત વર્ષે દીવાળીમા એએમટીએસને 84 લાખ જેટલી આવક થઇ હતી. જ્યારે આ વર્ષે 82 લાખની આવક થઇ છે.

એટલેકે ગત વર્ષની દીવાળીની સરખામણીએ આવકમા ઘટાડો નોધાયો છે.આ વર્ષે દીવાળીના પર્વ પર થયેલી આવક પર નજર કરીએ તો… ધનતેરસના દિવસે 22 લાખ 11 હજાર 815, કાળી ચૌદસે 19 લાખ 47 હજાર 64 રૂપિયાની આવક, દિવાળીના દિવસે 14 લાખ 2 હજાર 504, બેસતા વર્ષે-12 લાખ 5 હજાર 359 અને ભાઇબીજના દિવસે15 લાખ 30 હજાર 29 રૂપિયાની આવક થઇ હતી.

દિવાળી પર્વની એએમટીએસની આવક
- ધનતેરસ ૨૨,૧૧,૮૧૫
- કાળી ચૌદસ ૧૯,૪૭,૦૬૪
- દિવાળી ૧૪,૦૨,૫૦૪
- બેસતુ વર્ષ ૧૨,૦૫,૩૫૯
- ભાઇબીજ ૧૫,૩૦,૦૨૯
READ ALSO
- ‘હું જીવનના મુશ્કેલ સમયમાં છું’ લખીને અભિનેત્રી કાજોલે તમામ પોસ્ટ ડિલીટ કરી, સોશિયલ મીડિયામાંથી લીધો વિરામ
- અમરનાથ યાત્રાની સુરક્ષા તૈયારીઓને લઈને અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
- Solo Traveling: શું તમે એકલા મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો? ભૂલથી પણ ન કરો આ 6 ભૂલો
- નેપાળ/ કાઠમંડુના મેયરે પોતાની ઓફિસમાં ગ્રેટર નેપાળનો નકશો લગાવ્યો, હિમાચલથી માંડીને બિહાર સુધીના વિસ્તાર પોતાના ગણાવ્યા
- અમેરિકાની જાસૂસી માટે ચીનને શોધ્યો નવો ઉપાય, હવે આ પાડોશી દેશી મદદ લેશે