GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

એએમટીએસના ડ્રાઈવરોએ નવા કાયદાની કરી ઐસી તૈસી, જૂઓ આ વીડિયોમાં

અમદાવાદમાં આડેધડ બેફામ રીતે દોડતી એએમટીએસ તો આમ પણ પંકાયેલી છે. તેવામાં એએમટીએસને નવા કાયદાની શું પડી હોય. આ વાતનો રિયાલીટી ચેક કરવા માટે જીએસટીવીની ટીમ અમદાવાદના રસ્તા પર ઉતરી અને એએમટીએસમાં નવા કાયદાનું કેટલું પાલન થાય છે તેનો રિયાલીટી ચેક કર્યો. જો કે આ ટેસ્ટમાં એએમટીએસ તંત્ર સંપૂર્ણપણે ફેલ થયું હતું.

આ વેધક સવાલ એટલા માટે પૂછવો પડી રહ્યો છે. કેમકે એએમટીએસ તો આમ પણ તેના બેફામપણા માટે પંકાયેલી છે. ત્યારે ટ્રાફિકના નવા નિયમોની ઐસી તૈસી કરવામાં વળી એએમટીએસ તંત્ર થોડી પાછી પાની કરે. આવું જ કંઇક જીએસટીવીના કેમેરામાં કેદ થયું હતું. એએમટીએસની બસોમાં ટ્રાફિક નિયમનું કોઈ જ પાલન થતું નથી. બસના ડ્રાઈવરો પાસે પીયુસી નથી તો કેટલાંક ડ્રાઈવરો સીટ બેલ્ટ બાંધ્યા વિના જ ડ્રાઈવિંગ કરતા નજરે પડ્યા હતા.

જીએસટીવીના રિયાલીટી ચેકમાં એ.એમ.ટી.એસના ડ્રાઇવરસીટ બેલ્ટ લગાવ્યા વિના બેફામ બસો હંકારતા નજરે પડયા. એ.એમ.ટી.એસ. બસમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ સહિત લોકો મુસાફરી કરે છે. યુનિવર્સિટી વિસ્તારમાં ચાલતી એ.એમ.ટી.એસ. બસોમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે. એએમટીએસની બસોમાં 35 સીટની જગ્યામાં 80 થી 100 જેટલા મુસાફરો મુસાફરી કરતા જોવા મળે છે. ત્યારે સવાલ એ થાય છે કે શું દંડ ખાનગી વાહનચાલકો માટે જ છે. સરકારી વાહનોને કેમ દંડાતા નથી ???

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!