GSTV

AMTSનું ખાનગીકરણ / 700માંથી ફક્ત 30 બસો AMC પાસે, સત્તાધારીઓના મળતિયાઓને અપાયા છે કોન્ટ્રાક્ટ

AMTS

Last Updated on January 13, 2022 by GSTV Web Desk

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)નું ખાનગીકરણ થયું રહ્યું છે. જેના કારણે આજે પરિસ્થિતિ એ છે કે ૭૦૦માંથી તંત્ર પોતાની માત્ર ૩૦ બસ જ દોડાવે છે, બાકી ૬૭૦ બસ કોન્ટ્રાક્ટરની હોય છે. એએમટીએસના બજેટમાં 400 મિડી અને 50 ઇલેક્ટ્રિક બસ ખરીદવાની જોગવાઈ કરવામાં આવી છે. આ બસો પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચલાવવામાં આવશે.

AMTS

છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યું છે અને ૭૦૦ માંથી હવે માત્ર ૩૦ બસ પોતાની રહી છે આગામી દિવસોમાં પણ નવી બસો કોન્ટ્રાક્ટરને હવાલે કરાશે .અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની મોટાભાગની બસોનું સંચાલન ખાનગી કંપનીઓ એવી રીતે કરી રહી છે કે બસોનો કોનટ્રાક્ટ એવા લોકો પાસે છે જેઓ મહાનગરપાલિકાની સતાધારી પાર્ટી સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલા છે.

જે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામા આવ્યો છે તેમાં આદીનાથ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાજપના કૌશીક જૈન સંકળાયેલા છે. મારુતિ ટ્રાવેલ્સ કોર્પોરેટરના પતિની છે. ચાર્ટડ સ્પીડ માતેશ્વરી બસ સર્વિસ, ટાંક બસ સર્વિસ પણ લાગતા વળગતા લોકોની છે. આમ મોટાપાયે કોન્ટ્રાકટરોની બસો દોડી રહી છે ત્યારે ખાનગી કોનટ્રાક્ટર દ્વારા ચલાવાતી બસોના ડ્રાઇવરો યોગ્ય તાલીમ લીધેલા છે કે કેમ? બસોમાં નિયમીત મરામતકાર્ય થાય છે કે કેમ તે મહત્વનું છે. કોન્ટ્રાકટરને બસો દોડવાનાં કામ આપી કમાણી કરાવાઈ રહી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!