GSTV

AMTS બસનો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ પુરો થયો છતાં ભાજપ હજૂ સુધી કેમ કોઈ ટેન્ડર બહાર નથી પાડ્યુ ?

અમદાવાદ મહાનગરપાલિકામાં સત્તા સ્થાને રહેલી ભારતીય જનતા પાર્ટી અને એ એમટીએસ તંત્ર ખાનગી કોન્ટ્રાક્ટરોને કમાણી કરવા માગતી હોય તેવું લાગી રહ્યું છે આગામી નવેમ્બર માસમાં એએમટીએસની 150 મીની બસનો કોનટ્રાક્ટ પુરો થવાનો હોવા છતા હજુ સુધી નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા નથી. કોન્ટ્રાક્ટર અર્હમ ટ્રાવેલ્સ-ચાર્ટડ સ્પીડ અને ટાંક એમ ત્રણ ઓપરેટર દ્વારા 50-50 કુલ 150 બસ દોડાવામા આવી રહી છે. તેઓને પાંચ વર્ષનો કોનટ્રાક્ટ આપવામા આવ્યો હતો જેની મુદત પૂર્ણ થઇ રહી છે આ મુદત પૂર્ણ થાય એ પહેલાં કોર્પોરેશને ટેન્ડરની પ્રક્રિયા કરવી જોઇએ. જે હજી સુધી કરાઇ નથી. એટલે કે નવા ટેન્ડરમા કામગીરી સોંપાઇ ત્યાં સુધી જુના કોન્ટ્રાક્ટરને કામગીરી ચાલુ રાખવામા આવે તેવુ થશે.

આ બાબતનો વિરોધ કરતા વિપક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે દર વખતે કોર્પોરેશન વિવિધ કોન્ટ્રાક્ટની બાબતમાં આ પ્રકારની નીતિ અપનાવાતી હોય છે, જો કોન્ટ્રાક્ટ પૂરો થાય તે પહેલાં સમયસર ટેન્ડર કરવામાં આવે તો ટેન્ડરની મુદત પુરી થતા થતા નવા ટેન્ડરની કામગીરી શરૂ કરી શકાય છે. પરંતુ પોતાના મળતિયાઓને કમાણી થાય તે માટે ટેન્ડરની પ્રક્રિયા મોડી હાથ ધરવામાં આવે છે. લોકડાઉનમાં બસો બંધ રહી હોવા છતા કોનટ્રાક્ટરોને 30 ટકા પેમેન્ટ આપવામા આવ્યુ હતું. જેના કારણે તંત્રની તીજોરી પર બોજો વધ્યો છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!