AMTSના બજેટની વાત કરીએ તો મસમોટા આંકડાઓ હોય તેની સામે એએમટીએસના ખોટનો ખાડો પણ વર્ષ પ્રતિવર્ષ મોટોને મોટો થતો જ જાય છે. ત્યારે આવો જોઇએ એએમટીએસના બજેટ અને ખોટ અંગે અમારો વિશેષ અહેવાલ.

એક સમય હતો જ્યારે AMTS અમદાવાદની શાન ગણાતી હતી. પરંતુ કરોડોની ખોટ થવાના કારણે લીધે AMTS ખાડે ગયું છે. પહેલાથી જંગી ખોટ કરતી એએમટીએસને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. બસો બંધ રહી ત્યારબાદ ઓછા પેસેન્જરમાં બસો દોડાવવા છતા જોઇએ તેવી આવક થઇ નહીં તો બસો બંધ હોવા છતા કોન્ટ્રાકરોને નિયમ મુજબ નાણા આપવામા આવ્યા જેને કારણે ખોટમાં વધારો થઈ રહ્યો છે. 2020-21મા તેની ખોટ 347 કરોડ હતી જે 389 કરોડ થઈ છે.
છેલ્લા પાંચ વર્ષના એએમટીએસના ખોટના આંકડાઓ પર નજર કરીએ તો…
વર્ષ | દેવું (કરોડમાં) |
૨૦૧૬-૧૭ | ૩૦૩ |
૨૦૧૭-૧૮ | ૩૧૬ |
૨૦૧૮-૧૯ | ૩૨૩ |
૨૦૧૯-૨૦ | ૩૧૩ |
૨૦૨૦-૨૧ | ૨૪૪ |
૨૦૨૧-૨૨ | ૩૮૯ |
અમદાવાદના રોડ પર રોજની 700 એએમટીએસ બસો દોડે છે જેમાં ૩૦ AMTSની પોતાની માલિકીની છે જ્યારે બાકીની કોન્ટ્રાક્ટ પર આપવામાં આવેલી છે. બસમા રોજના ચારથી પાંચ લાખ મુસાફરો મુસાફરી કરે છે.
વાત કરીએ AMTSનું વર્ષ 2022-23નું ડ્રાફટ બજેટની તો ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહે ડ્રાફટ બજેટ રજૂ કર્યું. જેમાં રૂ. 529.14 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરાયું. જે ગત વર્ષના બજેટ કરતા રૂપિયા પાંચ કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. AMTS કમીટીના ચેરમેન ડ્રાફ્ટ બજેટમા સુધારા-વધારા કરી આગામી દિવસોમાં બજેટ રજુ કરશે.

વર્ષ 2022-23નું ડ્રાફટ બજેટ રૂ. 390 કરોડના દેવા સાથેનું રજૂ કરાયું છે. જેમાં વર્ષ 2022માં 800 જેટલી બસો દોડાવાશે. દેવું ઘટાડવા 2100 કર્મચારીઓમાંથી 850 કર્મચારીઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટ્રાન્સફર કર્યા છે. જેનાથી રૂ. 40 કરોડનું ભારણ ઘટશે. વર્ષ 2022માં નવી 200 જેટલી મીડી નોન એસી બસોનું ખાનગી ઓપરેટરો દ્વારા સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે 50 ઇલેક્ટ્રિક બસો લાવવામાં આવશે. આઉટર રિંગ રોડ પર સર્ક્યુલર અને એન્ટી સર્ક્યુલર રૂટ શરૂ કરવા આયોજન પણ કરવામાં આવ્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- રક્ષા બંધનના પર્વે ગોઝારી ઘટના: આણંદના સોજીત્રામાં ત્રિપલ અકસ્માત, ઘટના સ્થળે જ 6ના મોત
- શિક્ષિકા બની છેતરપિંડીનો શિકાર / પાન અપડેટ કરવું મોંઘુ પડ્યું, ખાતામાંથી ઉડી ગયા 1 લાખ
- સરકાર ક્યારે સાંભળશે? છેલ્લા 72 કલાકથી આમરણાંત ઉપવાસ પર વેટરનરી તબીબો, કેટલાકની તબિયત લથડી
- નીતિશ કુમારના પગલાથી શિવસેના ખુશ, ભાજપ વિરુદ્ધ સર્જાયુ તોફાન
- કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું