GSTV
Ahmedabad Trending ગુજરાત

AMTS વિભાગ લાલ દરવાજામાં આધુનિક બસ-સ્ટેન્ડ તૈયાર કરી રહયું છે, તો બીજા જે મોટા બસ મથકો છે તેના હાલ છે અત્યંત બેહાલ!

amts

અમદાવાદ  મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલેકે AMTS વિભાગ  લાલ દરવાજામાં આધુનિક બસસ્ટેન્ડ તૈયાર કરી રહ્યું છે. પણ બીજા જે મોટા બસ મથકો છે તેના હાલ બેહાલ છે. ત્યારે મુસાફરોમાં પણ ઘણી ફરિયાદો ઉઠી છે.  લાલ બસ તારીખે ઓળખાતી  એએમટીએસમાં રોજના 4 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. પરંતુ બસ મથક પર મુસાફરોને જરૂરી સુવિધા આપવામાં તંત્રની ઉણુ ઉતર્યું છે.

 નવા વાડજ બસ સ્ટેન્ડની વાત કરીએ તો અહીં મુસાફરો માટે બનાવવામાં આવેલી બેઠક વ્યવસ્થા માટે મસમોટો શેડ બનાવ્યો. પરંતુ ઉપરના ભાગમાંથી સતત પાણી ટપક્યા કરે છે. તો બસ સ્ટેન્ડ પાસે આવેલા ટોયલેટને પતરાં મારી બંધ કરી દેવામાં આવ્યા છે. પીવાના પાણીની પરબની સફાઈ કરવામાં આવતી હોય તેમ લાગતું નથી.  

કાલુપુર  બસ મથકની વાત કરીએ તો અહીં બસ સ્ટેન્ડ ઉપરના પતરાં તૂટી ગયા છે. કેટલાક બસ સ્ટેન્ડ પર તો પતરાં જ નથી દેખાતા. જેથી વરસાદના સમયમાં મુસાફરો  ભીંજાય છે. બસ મથક પર બેસવાની કોઈ વ્યવસ્થા નથી. બસની રાહ જોઇ ઉભા રહેવુ પડે છે. સ્વછતાનો પણ અભાવ છે. ઇન્કવ્યરી કેબિનો શોભાના ગાંઠિયા જેવી છે. મુસાફરોને આટલી હાલાકીઓ ઓછી હોય તેમ  બસો પણ સમયસર આવતી ન હોવાની ફરિયાદો ઉઠી છે. બસો સમયસર બસો ન આવતાં અનેક મુસાફરો બસ સ્ટેન્ડ પરથી શટર રીક્ષામાં જવા મજબૂર બને છે. 

READ ALSO

Related posts

સુરત / મહુવાના ભાજપ ઉમેદવાર મોહન ડોઢિયાના નામે ખોટો વિડીયો થયો વાયરલ, જિલ્લા પોલીસવડાને કરાઈ ફરિયાદ

Nakulsinh Gohil

Phobia / જાણો માણસોમાં રહેલા 6 અજીબોગરીબ ફોબિયા વિશે, જે સામાન્ય લોકોના ડરથી છે બિલકુલ અલગ

GSTV Web Desk

Amul Milk Price: શું વધવાની છે Amul દૂધની કિંમત? જાણો કંપનીએ શું જવાબ આપ્યો

GSTV Web Desk
GSTV