GSTV

દેશના ચકચારી કેસમાં ડીઆઈજીને 8 વર્ષની અને ડીએસપીને 4 વર્ષની સજા, બ્લેકમેઈલિંગથી ત્રાસી પરિવારે કરી હતી આત્મહત્યા

એક પરિવારની સામૂહિક આત્મહત્યાના કેસના બહુચર્ચિત કેસમાં 6 લોકોને કોર્ટે સજા ફટકારી છે. આ ઘટના વર્ષ 2004ની છે. બહુચર્ચિત આ કેસમાં અમૃતસરની કોર્ટે પૂર્વ ડીઆઈજી કુલતારસિંહને આઠ વર્ષ, ડીએસપી હરદેવસિંહને 4 વર્ષની સજા ફટકારી છે. આ સિવાય 4 આરોપીઓનેકોર્ટે આઠ-આઠ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે પોલીસ અધિકારીઓને દંડ પણ ફટકાર્યો છે.

હરદીપનો પિતા સાથે સંપત્તિને લઇને ઝઘડો ચાલી રહ્યો હતો

અગાઉ કોર્ટે આ કેસમાં આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. 2004માં આ કેસ દેશભરમાં ભારે ચર્ચામાં રહ્યો હતો. આ પરિવાર પર પોલીસ દ્વારા બ્લેકમેઇલિંગ કરવાનો આરોપ હતો. જેમને સજા થઈ છે તે મૃતકોના નજીકના સંબંધી છે. સંબંધી અને પોલીસની બ્લેકમેઇલિંગથી ત્રાસીને અમૃતસરમાં ચૌક મોનીમાં રહેતા હરદિપસિંહે મા, પત્ની અને દીકરા અને દીકરી સાથે મળીને આત્મહત્યા કરી લીધી હતી. હરદીપનો પિતા સાથે સંપત્તિને લઇને ઝઘડો ચાલી રહ્યો હતો.

પોલીસ પણ આ કેસમાં જોડાતાં પરિવાર ત્રાસી ગયો

આ ઝઘડામાં પિતા સુંદરસિંહનું મોત થઈ ગયું હતું. પિતાના મોત બાદ દીકરો હરદીપસિંહ લાશનો નિકાલ કરી રહ્યો હતો. જે દરમિયાન એકાએક સંબંધી સબરીન કૌર બહાર નીકળતાં તેને પિતાની લાશ સાથે જોઈ લીધો હતો. ત્યારબાદ આ કેસમાં બ્લેકમેઈલિંગનો ધંધો શરૂ થયો હતો. પોલીસ પણ આ કેસમાં જોડાતાં પરિવાર ત્રાસી ગયો હતો.

સંબંધીઓને પણ કોર્ટે ન છોડ્યા

આ કેસમાં આખરે પોલીસ અને સંબંધીઓના ત્રાસથી હરદીપસિંહે પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી હતા. જે કેસ અમૃતસર કોર્ટમાં ચાલી જતાં પૂર્વ ડીઆઈજી કુલતારસિંહને 8 વર્ષની ડીએસપી હરદેવસિંહને 4 વર્ષની સજા ફટાકારાઈ છે. પોલીસે બ્લેકમેઇલિંગમાં સામેલ સંબંધી મહિન્દરસિંહ, વહુ સબરિન કૌર, દીકરી પરમિંદર કૌર અને જમાઈ પલવિંદર પાલ સિંહને 8 વર્ષની સજા ફટકારી છે.

Related posts

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva

આ દેશમાં કોરોનાએ એવો કહેર મચાવ્યો કે માસ્ક ખરીદવા કોઈ પણ કિંમત દેવા છે તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!