GSTV

અમૃતસરમાં સર્જાયેલી ભીષણ ટ્રેન દુર્ઘટના પહેલાનું એક પોસ્ટર સોશયલ મીડિયા પર વાઈરલ

Last Updated on June 30, 2019 by Alap Ramani

અમૃતસરમાં શુક્રવારે સાંજે સર્જાયેલી ભીષણ ટ્રેન દુર્ઘટના પહેલાનું એક પોસ્ટર સોશયલ મીડિયા પર વાઈરલ થયું છે. અમૃતસરમાં જે સ્થાને રાવણદહન થઈ રહ્યું હતું. તેના કાર્યક્રમનું જ આ પોસ્ટર છે. આ પોસ્ટર વાઈરલ થવાનું કારણ આમા દેખાઈ રહેલી ભૂલ છે. પોસ્ટરમાં કહેવામાં આવ્યું હતુ કે નેકી પર બદીની જીત. હકીકતમાં પોસ્ટરમાં બદી પર નેકીની જીત લખવાનું હતું.

આ ભૂલને કારણે કાર્યક્રમનું આ પોસ્ટર ગુરુવારેથી જ વાઈરલ થઈ રહ્યું છે. જો કે તેના એક દિવસ બાદ શુક્રવારે વિજયાદશમીના દિવસે દશેરાના કાર્યક્રમમાં દર્દનાક દુર્ઘટના સર્જાઈ હતી. આ પોસ્ટરમાં રાવણદહનનું સરનામું જોડા ફાટક પાસે ધોબીઘાટ ગોલ્ડન એવન્યૂ જણાવવામાં આવ્યું છે. આ સ્થાન અમૃતસર ઈસ્ટમાં આવેલું છે. આ કાર્યક્રમમાં હાજર રહેલા નવજૌત કૌર અમૃતસર ઈસ્ટ બેઠક પરથી ધારાસભ્ય પણ રહી ચુકયા છે. પોસ્ટરમાં નવજૌતસિંહ સિદ્ધૂ અને તેમના પત્ની નવજૌત કૌરનો મુખ્ય અતિથિ તરીકે ઉલ્લેખ કરાયો હતો.

 

 

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!