ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પંજાબ પોલીસે ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ અને તેના કેટલાક સહયોગીઓની અટકાયત કરી છે. જોકે, પોલીસ અધિકારીઓએ કસ્ટડીમાં લેવાના પ્રશ્ને મૌન સેવી લીધું છે. પંજાબના ઘણા જિલ્લાઓમાં રવિવારે મધરાત 12 સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. અમૃતપાલ સિંહ વિરુદ્ધ 3 કેસ નોંધાયેલા છે, જેમાંથી 2 નફરતભર્યા ભાષણ સાથે સંબંધિત છે.

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પંજાબ પોલીસે ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલની નાકોદર નજીકથી ધરપકડ કરી છે. જોકે, પોલીસ અધિકારીઓએ કસ્ટડીમાં લેવાના પ્રશ્ને મૌન સેવી લીધું છે. અધિકારીઓ હાલ આ અંગે કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા હોવાનું જણાય છે. રાજ્યમાં રવિવાર મધ્યરાત્રિ 12 સુધી ઇન્ટરનેટ સેવાઓ અને એસએમએસ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ સાથે પંજાબમાં ઘણી જગ્યાએ કલમ 144 લાગુ કરવામાં આવી છે.

અગાઉ પોલીસે અમૃતપાલના 6 સહયોગીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ અમૃતપાલ ફરાર થઈ ગયો હતો, તેને પકડવા માટે પોલીસની ઘણી ટીમો લાગી ગઈ હતી. પોલીસે ધરપકડ કરાયેલા લોકો પાસેથી હથિયાર અને 2 વાહનો જપ્ત કર્યા છે. આ સાથે પંજાબના ઘણા જિલ્લાઓમાં રવિવારે મધરાત 12 સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. અમૃતપાલ સિંહ વિરુદ્ધ 3 કેસ નોંધાયેલા છે, જેમાંથી 2 નફરતભર્યા ભાષણ સાથે સંબંધિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે આ 6ની ધરપકડ ધરમકોટ નજીકના મહિતપુર પોલીસ સ્ટેશન પાસે કરી છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં