GSTV
India News

અજનાલા કાંડના 22 દિવસ બાદ કેમ પકડાયો અમૃતપાલસિંહ, શું અમિત શાહના નિર્દેશન બાદ પંજાબ સરકારે લીધા એક્શન? આ છે ઈનસાઈડ સ્ટોરી

પંજાબની સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લી ચેલેન્જ કરનાર વારિસ પંજાબ દે ના મુખ્યા અમૃતપાલસિંહ પર કડક એક્શન લેવાઈ છે. પંજાબ પોલીસે જાલંધરના નકોદરથી અમૃતપાલસિંહની ધરપકડ કરી છે. 23 ફેબ્રુઆરીના દિવસે અજનાલા થાણાની ઘટના પછીથી જ અમૃતપાલસિંહ પર એક્શન લેવાની માગ ઉઠી હતી. કોંગ્રેસ, બીજેપી અને અકાલીદળ સહિત વિપક્ષ ભગવંત માન સરકારને સતત નિશાના પર લઈ રહી હતી. આખરે અમૃતપાલસિંહ પર એક્શન માટે પંજાબ સરકારે શા માટે રાહ જોવી પડી.

અજનાલા ઘટનાના કેટલાક દિવસો બાદ જ 2 માર્ચના પંજાબના સીએમ ભગવંત માને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે લગભગ 40 મિનિટ સુધી વાતચીત થઈ હતી. બેઠક બાદ ભગવંત માને કહ્યું કે પંજાબની કાયદા વ્યવસ્થાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કામ કરશે.

સૂત્રો મુજબ મીટિંગમાં ભગવંત માને કેન્દ્રીય ગૃહમંત્રીને અજનાલા કાંડની જાણકારી આપી હતી. અને રાજ્યની સ્થિતિથી વાકેફ કર્યા હતા. એ પછી 6 માર્ચના પંજાબમાં કેન્દ્ર તરફથી 18 સીઆરપીએફ આરએએફની ટુકડીઓ તૈનાત કરાઈ હતી.

23 ફેબ્રુઆરીના પંજાબના અમૃતસર સ્થિત અજનાલામાં વારિસ પંજાબ દે ના પ્રમુખ અમૃતપાલસિંહના સમર્થકો અને પોલીસ વચ્ચે ઝડપ થઈ હતી. એને લઈને ભગવંત માન સરકાર વિપક્ષી દળોના નિશાના પર હતી. તમામ તેની સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે. જે પોલીસ પર હુમલો કર્યા બાદ ખુલ્લેઆમ ફરી રહ્યો હતો.

23 ફેબ્રુઆરીએ પોતાના એક સાથી લવપ્રીત તુફાનને છોડાવવા માટે અમૃતપાલ પોતાની પૂરી ફોજ સાથે અજનાલા પોલીસ સ્ટેશન બહાર ગયો હતો. આ દરમિયાન તલવાર અને બંદૂક સહિત આવેલા અમૃતપાલના સમર્થકોએ પોલીસ બેરીકેડ્સ તોડી નાંખ્યા હતા. પોલીસ પર હુમલો કર્યો તેમાં 6 જવાન ઘાયલ થયા હતા. છેવટે અજનાલા પોલીસે અમૃતપાલ સામે ઘૂંટણો ટેકવવા પડ્યા અને લવપ્રીતને છૂટો કરવો પડ્યો. આ ઘટનાથી પોલીસના મનોબળને ઠેસ પહોંચી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi

Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ

Padma Patel

BIG BREAKING: યુએસની નૈશવિલ ક્રિશ્ચયન સ્કૂલમાં ફાયરીંગ, સાતના કરૂણ મોત

pratikshah
GSTV